Gujarat Weather/ Gujarat Rain Live 15 July: નેત્રંગ નદીમાં ઘોડાપૂર, દક્ષિણ ગુજરાતમાં વરસાદે સર્જી તારાજી

રાજ્યનાં જુદા જુદા જીલ્લાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે……..

Top Stories Gujarat Breaking News

Gujarat Weather News: છોટાઉદેપુર, વલસાડ, નવસારી, ભરૂચ, નર્મદા, સુરતમાં વરસાદનું આજે રેડ એલર્ટ અપાયું છે. અમદાવાદ, તાપી, ડાંગ, અમરેલીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી પડી રહી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે. તેમના અનુમાન મુજબ આગામી 48 કલાક દક્ષિણ ગુજરાત માટે ‘ભારે’ રહેશે. દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ ખાબકશે, જેથી પુર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. અમદાવાદના બાવળા, લાંભા, નારોલ, સરખેજ સહિતના વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના ભાવનગર, રાજકોટ, ધ્રાંગધ્રા, બોટાદ, હળવદ તેમજ સુરેન્દ્રનગર, થાન, જસદણ, ચોટીલા, લીંબડીમાં પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે.

ગુજરાત રાજ્યમાં હાલ ચોમાસું બરાબરનું જામ્યું છે. રાજ્યમાં  હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, નર્મદા જીલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. પવનની ગતિ 35 થી 45 કિમીની રહેશે. વહેલી સવારથી નર્મદાના ગરુડેશ્વરમાં બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણમાં યલો એલર્ટ અપવામાં આવ્યું છે. નર્મદા, ડાંગ, તાપી, વલસાડ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ અપાયું છે. ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, રાજકોટમાં ભારે વરસાદની આગાહી છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, મહેસાણા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા સહિત વરસાદનું જોર રહેશે. સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહીસાગર, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

Gujarat Rain Update Live

મહેસાણામાં ગાજવીજ સાથે વરસાદ

મહેસાણામાં લાંબાવિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે. ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ભારે ઉકળાટને પગલે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા હતા ત્યારે આજે પવન સાથે વરસાદનું આગમન થતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જેથી લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.

અરવલ્લીમાં ધોધમાર વરસાદ

અરવલ્લીના ભિલોડામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ભિલોડા ગ્રામ્ય અને તાલુકામાં તોફાની વરસાદ શરૂ થયો છે. ધોલવાણી, કરોડા સહિતમાં વરસાદ ખાબક્યો છે. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા ઠંડક ફેલાઈ ગઈ છે.

સુરતમાં ભારે વરસાદને પગલે 16 રસ્તાઓ બંધ

સુરતમાં ભારે વરસાદને પગલે 16 રસ્તાઓ બંધ થયા છે. ઉમરપાડાના 10 રસ્તાઓ બંધ થયા છે. માંડવીના 6 રસ્તાઓ બંધ કરાયા છે. વરસાદે વિરામ લેતા નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે. વરસાદી પાણી ઉતરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જિલ્લામાં વાદળછાયું વાતાવરણ યથાવત જોવા મળ્યું છે.

છોટાઉદેપુરમાં પાણી ભરાયા

છોટાઉદેપુરના બોડેલી સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. અલીપુરા, બીઓબી બેંક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. વાહનચાલકો સહિત લોકોને હાલાકી પડી રહી છે. અલીપુરા ઠેર ઠેર ગટરોના ગંદા પાણી ઉભરાયા છે. ગંદા પાણી ઉભરાતા રોગચાળાનો ભય ફેલાયો છે.

સવારે 6 થી 12 વાગ્યા સુધીમાં 7 તાલુકામાં નોંધાયો સૌથી વધુ વરસાદ

જિલ્લા તાલુકા વરસાદ (ઇંચ)
સુરત ઉમરપાડા 13.94
ભરૂચ નેત્રંગ 7.36
નર્મદા ગરુડેશ્વર 5.71
નર્મદા નાંદોદ 5.08
નર્મદા તિલકવાડા 3.43
વડોદરા સિનોર 2.56
વડોદરા કરજણ 1.14

બનાસકાંઠામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

બનાસકાંઠાના ધાનેરામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. અસહ્ય ગરમી બાદ ધાનેરામાં વરસાદનું આગમન થયું છે. પવન સાથે વરસાદની શરૂઆત થતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે. વરસાદ આવતા બાજરી, મગફળીના પાકને જીવનદાન મળ્યું છે.

ધાનેરા સહિત ગ્રામીણમાં વરસાદ વરસ્યો છે. વરસાદની રાહ જોતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. સમયસર વરસાદની શરૂઆત થતા ધાનેરા સહિત ગ્રામીણ વિસ્તારમાં વરસાદ નોંધાતા ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

અમદાવાદમાં મેઘો આવ્યો 

આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ હવે ગાંધીનગર અને અમદાવાદમાં પણ વરસાદની પધરામણી થઈ છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં વર્ષા થવાની શરૂઆત થઈ ગઈ છે. શહેરીજનો વરસાદથી ભીંજાઈ રહ્યા છે. બફારો દૂર થયો હોય તેમ લાગી રહ્યું છે. વાતાવરણમાં ચારેકોર ઠંડક પ્રસરાઈ ગઈ છે. શાહીબાગ, એરપોર્ટ સર્કલ, વાડજ, નવરંગપુરા, સાબરમતી, આશ્રમ રોડ, સેટેલાઈટ, બોપલ, એસ જી હાઈવે, ગોતા ઈન્દિરા બ્રિજ, પાલડી, રાણીપ, લો ગાર્ડન, મણિપુર, વસ્ત્રાપુર, ખોખરા, નવા નરોડા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.

ગાંધીનગરમાં ધીમી ધારે વરસાદ

ગાંધીનગરમાં અત્યારે વરસાદ શરૂ થયો છે. ધીમી ધારે વરસાદથી પ્રકૃતિ ખીલી ઉઠી હોય તેમ દેખાઈ રહ્યું છે.

નર્મદામાં નદીમાં ઘોડાપૂર આવ્યું

અમરાવતી નદી અને કાવેરી નદી બે કાંઠે વહેતી થઈ છે. આ ઉપરાંત નદી કિનારે આવેલી સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ભરાયા છે. ધોધમાર વરસાદના પગલે જનજીવન પર વ્યાપક અસર પહોંચી છે. વિવિધ માર્ગો પણ બંધ થયા છે.

નર્મદા જિલ્લામાં આજે વહેલી સવારથી મુશળધાર વરસાદ પડતા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ગરુડેશ્વરમાં બે કલાકમાં પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે. રાજપીપળાના સ્ટેશનરોડ, કાછીયાવાડ, સત્યમનગર કોલોનીમાં પાણી ભરાયા છે.  સાગબારા, ડેડીયાપાડા, તીકલવાળામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. લાછરસ ગામ બેટમાં ફેરવાયું છે. ગામના ઘરોમાં પણ પાણી ભરાયા છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદથી લોકોમાં આફતનો ડર ફેલાયો છે. નર્મદા જીલ્લા તંત્ર એલર્ટ થઈ ગયું છે.

સુરતમાં આભ ફાટ્યું

સુરતના ઉમરપાડામાં આભ ફાટ્યું છે. 4 કલાકમાં 13 ઇંચ વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ચેકડેમો અને નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. લોકોના ઘરો તણાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.

ખેતરોમાં પાકનો વિનાશ થયો છે. જૂના ઉમરપાડા રસ્તાઓ પર દુકાનોમાં પાણી ભરાયાં છે. કરિયાણા, સ્ટેશનરી સહિતની દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. લીમરવાણથી કદવાલી માર્ગ પર પાણી ફરી વળ્યા છે. ચારણી ગામથી તાબદા,ભૂતભેડા રસ્તા પર પાણી વહી ગયા છે. મોહન નદી, વીરા નદીઓ બે કાંઠે વહી છે. ઇકો ટુરિઝમ દેવઘાત ધોધ જતો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. લોલેવલ કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે.

આજે સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં આ તાલુકામાં સૌથી વધુ વરસાદ

જિલ્લા તાલુકા વરસાદ (મિમિ)
સુરત ઉમરપાડા 247
ભરૂચ નેત્રંગ 133
નર્મદા તિલકવાડા 33
નર્મદા નાંદોદ 30
વડોદરા કરજણ 17
નર્મદા દેડિયાપાડા 15
નર્મદા ગરુડેશ્વર 11
વડોદરા સિનોર 7
ભરૂચ વાલિયા 6
છોટાઉદેપુર નસવાડી 5

લુણાવાડામાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો

લુણાવાડા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં ગત મધ્ય રાત્રિએ ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. રાત્રિના 2 વાગ્યા બાદ વરસેલા વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો માંડવી બજાર, હુસેની ચોક, હાટડીયા બજાર, મધવાસ દરવાજા, વરધારી રોડ સહિતના વિસ્તારોમાંથી ઘૂંટણસમા પાણી વહ્યા હતા. બીજી તરફ ધોધમાર વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

ભરૂચમાં સાંબેલાધાર વરસાદ

ભરૂચ જિલ્લામાં વાલિયા અને નેત્રંગના સાંબેલાધાર વરસાદ ખાબક્યો છે. નેત્રંગમાં નીચાણવાળા ઘરોમાં પાણી ભરાયા છે. વરસાદના પગલે અમરાવતી નદી બે કાંઠે થઈ છે. ભરૂચમાં જિલ્લામાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે.

નેત્રંગ માંડવી રોડ સંપર્ક વિહોણો થયો છે. ભારે વરસાદને પગલે નેત્રંગ પોલીસ અને મામલતદાર કોઈપણ અઘટિત ઘટના ન ઘટે તે માટે એલર્ટ થયા છે. મોરિયાના ગામની સીમમાં પાણી ભરાતા યુવાન તાડના ઝાડ પર ફસાયો છે. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

નર્મદામાં ગાજવીજ સાથે વરસાદ

નર્મદા જિલ્લામાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ પડ્યો છે. ગરુડેશ્વરમાં બે કલાકમાં પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે. રાજપીપળાના સ્ટેશનરોડ, કાછીયાવાડ, સત્યમનગર કોલોનીમાં પાણી ભરાયા છે.  સાગબારા, ડેડીયાપાડા, તીકલવાળામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.

સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં આ તાલુકામાં સૌથી વધુ વરસાદ

જિલ્લા તાલુકા વરસાદ (મિમિ)
નર્મદા ગરુડેશ્વર 132
સુરત ઉમરપાડા 100
નર્મદા તિલકવાડા 54
ભરૂચ નેત્રંગ 9
છોટાઉદેપુર નસવાડી 9
નર્મદા દેડિયાપાડા 7
વલસાડ ધરમપુર 7
વડોદરા સિનોર 6
સુરત માંડવી 6
ડાંગ સુબીર 5

સુરત જીલ્લામાં વરસાદી વાતાવરણ

સુરત ગ્રામ્યમાં મેઘો મહેરબાન થયો છે. બે દિવસના વિરામ બાદ વરસાદી માહોલ જવા મળી રહ્યો છે. માંગરોળ, બારડોલી, પલસાણા, ઉમરપાડા, મહુવા, માંડવીમાં વરસાદ પડ્યો છે. ઓલપાડ સહિત અન્ય તાલુકામાં ત્રણ દિવસનાં વિરામ બાદ ઓલપાડમાં વરસાદ વરસ્યો છે. સુરતના ઉમરપાડામાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે. ઉમરપાડામાં 2 કલાકમાં 4 ઇંચ, કેવડી, શરદા, પીનપુર સહિતમાં બે દિવસના વિરામ બાદ વરસાદ વરસ્યો છે. ઘાણાવડથી લીમરવાણ પર આવતી ખાડી બે કાંઠે થઈ છે.

અરવલ્લીમાં મોડી રાત્રે વરસાદ ખાબક્યો

અરવલ્લીમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો છે. મોડાસા અને માલપુર તાલુકામાં ગાજવીજ સાથે મોડાસામાં વરસાદ પડ્યો છે. માલપુરના રાજમાર્ગ પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા છે.

સાબરકાંઠામાં મેઘાની પધરામણી

સાબરકાંઠાના ઈડર, વડાલીમાં વરસાદ વરસ્યો છે. લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી થતાં વરસાદથી લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે. રાત્રિના સમયે ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. કપાસ, મગફળી, સોયાબીન જેવા પાકોને જીવનદાન મળ્યું છે.

અમદાવાદમાં વરસાદ

અમદાવાદમાં વહેલી સવારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે. અમદાવાદના અનેક વિસ્તારમાં છુટોછવાયો વરસાદ પડ્યો છે. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી છે. હવામાન વિભાગે આ જીલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં પેલેડિયમ મોલ નજીક સર્જાયો અકસ્માત, એકનું મોત

આ પણ વાંચો: ગુજરાતમાં કોંગ્રેસ રાહુલ ગાંધીની આગેવાનીમાં ન્યાયયાત્રા કાઢશે

આ પણ વાંચો: ગુજરાતમાં પરિવર્તન માટે કમર કસતી કોંગ્રેસ