Not Set/ અમદાવાદ : રક્ષાબંધનની ઉજવણી કરવા આવેલ 11 વર્ષના કિશોરનું રોડ અકસ્માતમાં મોત

અમદાવાદ, રાજ્યમાં અકસ્માતના કેસો દિવસેને દિવસે વધી રહ્યાં છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના અમદાવાદના શાહીબાગમાં બની છે. એસટી બસ દ્વારા બાઈકને ટક્કર મારવામાં આવતા 11 વર્ષના કિશોરનું મોત નીપજ્યું છે. આપને જણાવીએ દઈએ કે શાહીબાગના કેંટોનમેન્ટ વિસ્તારમાં પુર ઝડપે આવી રહેલી એસટી બસે બાઇકને ટક્કર મારી હતી. જેમાં કિશોરનું ઘટના સ્થળે મોત થયું હતું.જયારે […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ,

રાજ્યમાં અકસ્માતના કેસો દિવસેને દિવસે વધી રહ્યાં છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના અમદાવાદના શાહીબાગમાં બની છે. એસટી બસ દ્વારા બાઈકને ટક્કર મારવામાં આવતા 11 વર્ષના કિશોરનું મોત નીપજ્યું છે.

આપને જણાવીએ દઈએ કે શાહીબાગના કેંટોનમેન્ટ વિસ્તારમાં પુર ઝડપે આવી રહેલી એસટી બસે બાઇકને ટક્કર મારી હતી. જેમાં કિશોરનું ઘટના સ્થળે મોત થયું હતું.જયારે તેના મામાને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

ખાસ વાત તો એ છે કે મહારાષ્ટ્રનો હર્ષ કિશોર અમદાવાદ રક્ષાબંધન મનાવવા માટે આવ્યો હતો. ત્યારે દુર્ઘટના બનતા પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.