Gujarat Weather/ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું , ઉત્તર ગુજરાતમાં ધુમ્મસની આગાહી

ગુજરાતમાં જાન્યુઆરીના મધ્યમાં ઠંડી (Cold wave) સામાન્ય કરતાં ઓછી રહી છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં ધુમ્મસની શક્યતા.

Top Stories Gujarat Breaking News
Cold wave

Gujarat Weather: ગુજરાતમાં જાન્યુઆરીના મધ્યભાગમાં ઠંડી (Cold wave)નો પારો નીચો આવ્યો છે, પરંતુ તે હજુ પણ સામાન્ય કરતાં થોડો ઓછો જ છે. આજે સવારે વિવિધ શહેરોમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાનમાં અમદાવાદમાં 13.3 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 13.7 ડિગ્રી, વડોદરામાં 12.2 ડિગ્રી, સુરતમાં 15.1 ડિગ્રી અને દમણમાં 15.0 ડિગ્રી નોંધાયા છે. સૌથી નીચું તાપમાન નલિયામાં 10.8 ડિગ્રી અને પોરબંદરમાં 11.0 ડિગ્રી નોંધાયું છે, જ્યારે દ્વારકામાં 17.8 ડિગ્રી અને ઓખામાં 19.6 ડિગ્રી જેવું સૌથી ગરમ રહ્યું છે.ભારતીય હવામાન વિભાગ (IMD) અને હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ વર્ષે ઉત્તર ભારતમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) ના અભાવે હિમાલય પર ભારે હિમવર્ષા ઓછી થઈ છે. જેના કારણે ઠંડા પવનોનું મેદાની વિસ્તારો અને ગુજરાત સુધી પહોંચવું ધીમું પડ્યું છે. આ સાથે અલ નિનોની અસરને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો સામાન્ય કરતાં હુંફાળો રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોને કારણે લઘુત્તમ તાપમાનમાં મોટો ઘટાડો અટકી ગયો છે.

દેશના ઉત્તરપશ્ચિમ ભાગ અને બિહારમાં આગામી પાંચ દિવસ દરમિયાન સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની શક્યતા છે. રાજસ્થાનના પિલાનીમાં દેશનું સૌથી ઠંડું શહેર રહ્યું હતું, જ્યારે દિલ્હીના આયાનગરમાં પારો 2.9 ડિગ્રી સુધી નીચો આવ્યો હતો. હવામાન વિભાગના અનુસાર, દિલ્હીના લોકોને ઓછામાં ઓછા બે દિવસ સુધી આ તીવ્ર ઠંડી (Cold wave)માંથી રાહત નહીં મળે. ઘણા મેદાની વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન રેકોર્ડ નીચા સ્તરે પહોંચી રહ્યું છે અને કેટલાક સ્થળોએ તે શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી રહ્યું છે.

ગુજરાતમાં ઠંડી (Cold wave)થી લોકોને મળશે રાહત

ગુજરાતમાં આગામી 5 દિવસ (21થી 25 જાન્યુઆરી) દરમિયાન હવામાન મોટે ભાગે સૂકું રહેવાની શક્યતા છે. લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, તે સ્થિર રહેશે અથવા થોડું વધી શકે છે. ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં સવારે ધુમ્મસ (Fog)ની સંભાવના રહેશે, જેના કારણે વાહનચાલકોએ સાવચેતી રાખવી જરૂરી છે.તાજેતરના અહેવાલો અનુસાર, 22 જાન્યુઆરીથી પશ્ચિમી વિક્ષેપની અસર વધી શકે છે, જેના કારણે ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવો વરસાદ કે માવઠું પડવાની શક્યતા છે. આ અસર 23-24 જાન્યુઆરીએ વધુ જોવા મળી શકે છે. ત્યારબાદ 25 જાન્યુઆરી પછી ફરી ઠંડી (Cold wave)માં વધારો થઈ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, જાણો ગુજરાતના ક્યાં જિલ્લામાં કેટલું નોંધાયું તાપમાન