કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
20 જાન્યુઆરી ૨૦૨૬ નું પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal)
આજનું રાશિફળ:આજનું પંચાંગ મુજબ બુધવાર, તારીખ ૨૧-૦૧-૨૦૨૬ના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ અનુસાર મહા સુદ ત્રીજ તિથી છે. આજના દિવસે ચંદ્ર કુંભ રાશીમાં અને સૂર્ય મકર રાશીમાં સ્થિત છે. ધનિષ્ઠા નક્ષત્ર બપોરે ૦૧:૫૮ સુધી રહેશે, ત્યારબાદ શતભિષા નક્ષત્ર શરૂ થશે. વ્યતીપાત યોગ સાંજે ૦૭:૫૧ સુધી માન્ય રહેશે અને તૈતિલ કરણ બપોરે ૦૨:૪૬ સુધી રહેશે.
આજે પંચક સવારે ૦૧:૩૬ કલાકે શરૂ થશે, જ્યારે વિંછુડો નથી. સૂર્યોદય સવારે ૦૭:૨૨ અને સૂર્યાસ્ત સાંજે ૦૬:૧૯ થશે. ચંદ્રોદય સવારે ૦૯:૦૩ અને ચંદ્રાસ્ત રાત્રે ૦૮:૪૨ થશે. આજે અભિજિત મુહૂર્ત નથી, તેમજ રાહુકાળ બપોરે ૧૨:૫૦ થી ૦૨:૧૩ સુધી રહેશે. આજનો દિવસ ત્રીજ તિથી હોવાથી ગણેશજીની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. નક્ષત્રની નિસમાપ્તિ સવારે ૦૨:૪૯ (૨૨ જાન્યુઆરી) સુધી રહેશે.
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- તારીખ:- ૨૧-૦૧-૨૦૨૬, બુધવાર/મહા સુદ ત્રીજના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૨૨ થી ૦૮:૪૪ |
| અમૃત | ૦૮:૪૪થી ૧૦:૦૫ |
| શુભ | ૧૧:૨૭ થી ૧૨.૫૦ |
| લાભ | ૦૪:૫૭ થી ૦૬:૨૦ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૫૭થી ૦૯:૩૫ |
| અમૃત | ૦૯:૩૫ થી ૧૧:૧૩ |
આજનું રાશિફળ (Aaj nu Rashifal)

- મેષ (અ, લ , ઈ) :-
- રોકાણ કરવાથી લાભ થાય.
- ખરાબ કામનો બદલો મળશે.
- સમજદારીપૂર્વક નિર્ણયો લો.
- લાગણીઓ પર નિયંત્રણ રાખો.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૯

- વૃષભ (બ, વ, ઉ) :-
- પરસ્પર સહકારની ભાવના રાખો.
- કામકાજમાં સરળતા રહેશે.
- સ્વાસ્થ્ય પર ધ્યાન આપો.
- ધારેલું કાર્ય પૂર્ણ થાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૧

- મિથુન (ક, છ, ઘ) :-
- સંબંધોને માન આપો.
- વેપારની સ્પર્ધામાં સફળતા મળશે.
- સહનશક્તિણી પરીક્ષા થાય.
- કામ પૂર્ણ કરવા પર ધ્યાન આપો.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૫

- કર્ક (ડ, હ) :-
- બજેટ મુજબ ખર્ચ કરો.
- નિર્ણય તમારા પક્ષમાં રહેશે.
- લેખન અને વાંચન વધારે રહે.
- ભૂતકાળની ભૂલોને માફ કરો.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૮

- સિંહ (મ, ટ) :-
- લોકોની ભાવનાઓનું સન્માન કરશો.
- જીવનસાથી સાથેના સંબંધોને સુધારશે.
- આવક અને ખર્ચમાં વધારો થશે.
- સંબંધોને મહત્વ આપશો.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૬

- કન્યા (પ, ઠ, ણ) :-
- પ્રેમ સંબંધો સામાન્ય રહેશે.
- મિત્રો તરફથી સહયોગ મળશે.
- લાભકારક દિવસ રહે.
- તમારું સન્માન થાય.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૭

- તુલા (ર, ત) :-
- રાજનીતિમાં લાભદાયક પદ મળે.
- ઈન્ટરવ્યુમાં સફળતા મળે.
- મોજ મજામાં દિવસ જાય.
- કામના સ્થળે સારા પરિવર્તન આવે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૮

- વૃશ્વિક (ન, ય) :-
- કામમાં ધ્યાન વધશે.
- નોકરીમાં શુભ ઓફર મળશે.
- રોકાણમાંથી લાભ થાય.
- ધન કમાવા ની ઘણી તકો બનશે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૨

- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- તમને સફળતા મળશે.
- કામ ધાર્યા કરતા સારું થશે.
- અધિકારીઓનો સહયોગ મળશે.
- ધ્યાન કરવાથી ફાયદો થાય.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૮

- મકર (ખ, જ) :-
- અનુભવીઓની સલાહ લેવી.
- નોકરીમાં આગળ વધવામાં સફળતા મળશે.
- કાનૂની દસ્તાવેજ પર સહી કરતા નહીં.
- જીવનસાથીની તબિયત સાચવવી.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૪

- કુંભ (ગ, શ, સ, ષ) :-
- સરકારી કામકાજમાં ગતિ આવે.
- વેપાર પર ધ્યાન આપાશે.
- પરિવારમાં પરસ્પર વિશ્વાસ વધશે.
- સિદ્ધિઓથી ઉત્સાહ વધશે.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૬

- મીન (દ, ચ, ઝ, થ):-
- લોકોના દોષ જોવાની આદત છોડવી.
- સંબંધોમાં તાલમેલ વધશે.
- ઉધાર આપવું કે લેવું નહિ.
- મિત્રતા પ્રેમમાં પરિણામી શકે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૩
આ પણ વાંચો: 11, 22, 33 અમસ્તા નથી કહેવાતા માસ્ટર નંબર…અંક શાસ્ત્ર અનુસાર જાણો ગહન રહસ્ય…!
આ પણ વાંચો: યુદ્ધ, કુદરતી આફતો…આગામી વર્ષ 2026માં ગ્રહોની બદલાતી ચાલથી સર્જાશે વિશ્વનું રૌદ્ર સંવત 2083..!
આ પણ વાંચો: 2026માં રાહુનું સામ્રાજ્ય…રાહુ કેતુ ગોચરથી આ 3 રાશિઓ થશે હેરાન-પરેશાન…આ રહ્યાં ઉપાય..
