New Delhi News/ અશ્લીલ કન્ટેન્ટ મુદ્દે સુપ્રીમ કોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો, સ્વતંત્ર સંસ્થા બનાવવાની જરૂર

કોઈપણ કાર્યક્રમમાં જો એડલ્ટ કન્ટેન્ટ છે તો પહેલેથી જ ચેતવણી આપવી જોઈએ

Top Stories India

New Delhi News : આજકાલ કેટલાક ઓનલાઈન પ્લેટફોર્મ પર અશ્લિલ કન્ટેન્ટ પીરસવામાં આવી રહ્યું છે. બીજીતરફ અશ્લિલ કન્ટેન્ટ પર નજર રાખવા માટે એક સ્વતંત્ર સંસ્થા બનાવવાની જરૂર છે, એમ સુપ્રીમ કોર્ટે કહ્યું છે.અભિવ્યક્તિની સ્વતંત્રતા એક અધિકાર છે પણ તે વિકૃતિ ફેલાવવાનું કારણ ન બની શકે. કોઈપણ કાર્યક્રમમાં જો એડલ્ટ કન્ટેન્ટ છે તો પહેલેથી જ ચેતવણી આપવી જોઈએ, એમ ચીફ જસ્ટિસે કહ્યું છે.

કોર્ટમાં ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ નામના શોમાં અશ્લીલ કન્ટેન્ટને લઈને થયેલી FIR વિરુદ્ધ અરજી કરાઈ છે. સોલિસિટર જનરલ તુષાર મહેતા અને એટોર્ની જનરલ આર.વેંકટમણિએ આ અરજીની સુનાવણી દરમિયાન કોર્ટને કહ્યું હતું કે આ મામલે કેન્દ્ર સરકાર નવા નિર્દેશ તૈયાર કરી રહી છે.

જેના માટે ચર્ચા વિચારણા ચાલુ છે. ચીફ જસ્ટિસે પૂછ્યું કે આશ્ચર્યની વાત છે કે આવા કન્ટેન્ટ ક્રિએટર્સ માટે કોઈ નિયમો જ નથી? હું પોતાની જ ચેનલ બનાવું અને પછી તેમાં પ્રકાશિત થતાં કન્ટેન્ટ પ્રત્યે જવાબદાર ન રહું? આવું તો કેવી રીતે ચાલે? કોઈને કોઈએ તો જવાબદારી નક્કી કરવી જ પડશે.

હાલ તેઓ સ્વેચ્છાએ ડિજિટલ મીડિયા આચાર સંહિતાનું પાલન કરે છે, એવી વિવિધ OTT પ્લેટફોર્મ દ્વારા દલીલ કરાઈ હતી. જેના પર સ્વયંભૂ સંસ્થાઓથી કામ નહીં ચાલે, એમ કોર્ટે કહ્યું હતું. એક સંવતંત્ર અને તટસ્થ સંસ્થાની જરૂર છે. જે સરકારના પ્રભાવથી પણ મુક્ત હોય. CJIએ વધુમાં કહ્યું કે શોમાં ડિસ્ક્લેમર અને ચેતવણી પણ પ્રભાવી રૂપે દર્શાવાતું નથી. ઉંમરના વેરિફિકેશન માટે પણ સિસ્ટમની જરૂર છે.

સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા અને OTT પ્લેટફોર્મ પર અશ્લીલ કન્ટેન્ટ મુદ્દે કેન્દ્ર સરકાર પાસે 4 સપ્તાહમાં જવાબ માંગ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભાજપ બાદ AAPના વોટ્સએપ ગ્રુપમાં ધૂમ્યા અશ્લિલ વીડિયો, મહિલા કાર્યકર્તાઓમાં રોષ

આ પણ વાંચો:ચાઈલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવી અને જોવી POCSO હેઠળ ગુનો નથી

આ પણ વાંચો:રીલ અને અશ્લિલ વીડિયો બનાવવા પર પોલીસનું કડક વલણ, જુઓ વીડિયોમાં