Not Set/ વડોદરા/ 44 વર્ષના ઢગાએ 3 માસૂમ બાળકીઓ સાથે કર્યા શારીરિક અડપલા, પછી થયું આવું…

રાજ્યમાં સતત રેપની ઘટનાઓ વધી રહી છે. એક પછી એક બળાત્કારની કરુણ ઘટનાઓ સામે અવી રહી છે. આવામાં વડોદરા શહેરના મકરપુરામાં એક વિકૃત માનસિક ધરાવતો હવસોરે ત્રણ માસૂમો સાથે અડપલા કર્યા હોવાની શરમજનક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર,વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં એક જ કોમ્પલેક્ષમાં રહેતી 3 માસૂમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવતા 44 […]

Gujarat Vadodara

રાજ્યમાં સતત રેપની ઘટનાઓ વધી રહી છે. એક પછી એક બળાત્કારની કરુણ ઘટનાઓ સામે અવી રહી છે. આવામાં વડોદરા શહેરના મકરપુરામાં એક વિકૃત માનસિક ધરાવતો હવસોરે ત્રણ માસૂમો સાથે અડપલા કર્યા હોવાની શરમજનક ઘટના સામે આવી છે.

મળતી માહિતી અનુસાર,વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં એક જ કોમ્પલેક્ષમાં રહેતી 3 માસૂમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવતા 44 વર્ષનો નરાધમ રજનીકાંત મહતોની પોલીસે ધરપકડ કરી છે. શહેરના મકરપુરા વિસ્તારમા એક એપાર્ટમેન્ટમાં રહેતા અને ખાનગી કંપનીમાં સુપરવાઈઝર તરીકેની નોકરી કરતા રજનીકાંત મહતોએ પોતાની પુત્રી સમાન ત્રણ બાળકીઓને હવસની શિકાર બનાવી હતી.

આરોપી શખ્સે તેના જ એપાર્ટમેન્ટમાં રહેતી ત્રણ માસુમ બાળકીઓ સાથે શારીરિક અડપલા કરતાં હડકંપ મચી જવા પામ્યો છે. રજનીકાંતને લગ્નના 15 વર્ષ બાદ એક બાળકનો જન્મ થયો. જેથી બાળકને એપાર્ટમેન્ટમાં રહેતી નાના બાળકીઓ રમાડવા જતી. તે દરમિયાન વિકૃત માનસિકતા ધરાવતો રજનીકાંત બાળકીઓને શારીરિક અડપલા કરતો હતો.

આ પણ વાંચો : જૂનાગઢમાં 12 વર્ષીય કિશોરી પર બળાત્કાર, આરોપીની કરાઈ ધરપકડ

માસૂમ બાળકીઓ આ ગંદી હરકત બાદ ખૂબ જ ડરી ગઇ હતી. બાળકીઓ ખૂબ જ ભયભીત રહેતી હતી. એક બાળકીને તેની ટ્યુશન શિક્ષક ગુડ ટચ બેડ ટચ ની સમજ આપી રહી હતી તે દરમિયાન બાળકી રડી પડી અને તેને સમગ્ર ઘટના વિશે જાણ કરી હતી. જેથી શિક્ષકે બાળકીના માતા પિતાને જાણ કરી.પોતાના મિત્રની બે પુત્રીઓ સાથે ઘરમાં ખરાબ કૃત્ય કરતા ચકચાર મચી ગઈ છે. ગુડ ટચ બેડ ટચની શિક્ષાના કારણે સમગ્ર મામલો સામે આવ્યો છે.

મકરપુરા પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી રજનીકાંત મહતોની ધરપકડ કરી છે. પોલીસે નવા કાયદા મુજબ દુષ્કર્મ સમક્ષક કલમ અને પોસ્કો કલમ હેઠળ આરોપી રજનીકાંત મહતો સામે ફરિયાદ દાખલ કરી તેની ધરપકડ કરી છે.

DCP લખધિરસિંહ ઝાલાએ જણાવ્યું કે, પોલીસ તંત્રના ‘ગુડ ટચ બેડ ટચ’ના અભિયાનના કારણે ત્રણ બાળકીની જિંદગી બચી ગઇ છે. હવસખોર રજનીકાન્તે પોતાની હવસ સંતોષવા કોમ્પલેક્ષમાં જ રહેતી ત્રણ માસૂમ બાળકીઓ સાથે વારંવાર દુષ્કર્મ આચરી રહ્યો હોવાનુ બહાર આવ્યું છે. આ મામલે રજનીકાન્ત વિરૂદ્ધ મકરપુરા પોલીસ મથકમાં દુષ્કર્મ, પોક્સો સહિત અન્ય કલમનો ઉમેરો કરી ગુનો નોંધીને કાયદેસરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ