ગીરના બાબરીયા ગામે કામ કર્યા વગર સ્મશાનની દિવાલ બની ગયાનું રૂ. ૧.૮૩ લાખનું બિલ પાસ થઇ ગયુંભ્રષ્ટાચાર મિટાવવા માટે વ્યક્તિએ પહેલા જાતે શિષ્ટાચાર પાળતા શીખવું જોઇએ આવુ ક્યાંય ભાગ્યે જોવા મળતુ નથી. સત્તા મળતાની સાથે પોતે મજબૂત આર્થિક રીતે બનવા હવે તો જીંદગીની આખરી મંજુલ એવા સ્મશાનને પણ છોડતા નથી. આવા ભ્રષ્ટાચારીઓની પાચન શક્તિ કેવી બની ગઇ હશે. એ પણ કલ્પના કરવા જેવી બાબત સામે આવતા લોકોમાં આવી નેતાગીરી સામે ફિટકારની લાગણી ફેલાયેલ છે.
ગીરજંગલના બાબરીયા રેન્જ જંગલની હદમાં આવેલ ગામમાં ૧ હજારની વસ્તી ધરાવતુ ગામ છે. આ ગામની પંચાયત ત્રણ ગામ વચ્ચે જુથ પંચાયત ધરાવે છે. ગામના અંદર વિકાસ થાઇ તે માટે સરકારની વિવિધ યોજના અંતર્ગત કામો પંચાયતને કરવાના થતાં હોય છે.
આ પંચાયતમાં સરપંચ અને મંત્રીની સાંઠગાઠએ ભ્રષ્ટાચારની હદ વટાવી દીધી હોય તેમ સ્મશાનના અંદર નાયબ કલેક્ટરને મળેલી સત્તા અનુસંધાને એ ટી વીટી હેઠળ રૂ.૨ લાખની કંમ્પાઉન્ડ બાંધકામ માટેની ગ્રાન્ટ તા.૨૮ ઓગષ્ટ.૨૦૨૦ના મંજુર કરેલ અને તા.૩૧ ઓગષ્ટના ૨૦૨૦ના વહીવટી મંજુરી આપી. તા.૫ નવે.૨૦૨૦ના વર્કઓર્ડર આપતા તા.૨ મે.૨૦૨૧ના કામ શરૂ થયુ હતું.. અને તા.૨૮ જુન ૨૦૨૧ પૂર્ણ થઇ ગયું.
એટી વીટી અધિકારીએ તેની એમબી લખી નાખી તેમજ તલાટી મંત્રી, સરપંચ દ્રારા પ્રમાણપત્ર પણ આપી દેવાયા હતા. તેમજ તા.૧૫ જુલાઇ ૨૦૨૧ના રૂ.૧,૮૭,૮૦૯નું બિલ બની ગયુ તેનું ચુકવણું પણ થઇ ગયુ હતું. પરંતુ પાપ છાપરે ચઢી પોકારતુ હોય તેમ આ બાબતે ગ્રામજનોએ ઉનાના ધારાસભ્ય પુંજાભાઇ વંશને રજુઆત કરતા તેણે તાત્કાલીક તપાસ કરાવતા આ મંજુર કરાયેલ કંમ્પાઉન્ડ બન્યા વગર બીલ ચુકવાયાનું કોંભાડ બહાર આવતા અધિકારીઓ પણ દોડતા થઇ ગયા છે. અને સ્થળ તપાસ કરાતા સ્મશાનના અંદર ૧૫ નાણાપંચની ગ્રાન્ટમાં ફાળવાયેલ રૂ.૪.૨૩ લાખના પેવર બ્લોકના કામોના પણ બિલો ખોટા ઉધારી દેવાયેલ હોવાનું પણ અન્ય એક વધુ કોંભાડ પણ બહાર આવતા કામ થયા વગર ચુકવાયેલ નાણા માટે પંચાયત તંત્રના અધિકારીથી માંડી એ ટી વી ટી સુધીના જવાબદાર અધિકારી સુધીની સંડોવણી બહાર આવી રહી છે.
કંપાઉન્ડ બન્યા વગર બીલ પાસ થયું
આઠ માસ પહેલા બાબરીયા ગામે આવેલ સ્મશાનની ૧.૬૪ મી. કંપાઉન્ડ બનાવેલ હોય અને તે કામ પૂર્ણ થયાની એમ બી કામ કર્યા વગર લખાઇ ગઇ તેની રકમ પણ ચુકવાઇ ગઇ હતી. ત્યાર બાદ આ કોભાંડ બહાર આવતા ત્યા કંપાઉન્ડ બનાવવાનું કામ મજુરો દ્રારા શરૂ કરાયુ હતું. અધિકારીઓ વારંવાર સુચના આપવા છતાં કામ સરપંચ પતિ દ્રારા શરૂ રાખી આ કોભાંડને દબાવી દેવા પ્રયાસ થઇ રહ્યા છે.
પત્રકારોની ટીમ ઘટના સ્થળે પહોચતા ૧૫ નાણાપંચની ગ્રાન્ટના ગોટાળા બહાર આવ્યા
બાબરીયા ગામે સ્મશાન કંપાઉન્ડ અંગે જાતે તપાસ કરવા પત્રકારોની ટીમ પહોચતા ત્યાં અગાઉ જીલ્લા પંચાયતની ચુંટણી સમયે મત મેળવવા એક રાજકીય અગ્રણી દ્રારા ૨૧ બ્રાસ બ્લોક ફીટ કરાવી આપેલ હતા. ત્યાર બાદ આ સ્મશાન વિસ્તારમાં ૧૫ નાણાપંચ ગ્રાન્ટ હેઠળ જુદા જુદા બે બ્લોકના કામો રૂ.૪.૨૩ લાખના કરવા તા.૨૩ ઓગસ્ટ. ૨૦૨૧ના મજુરી આપી તા.૨૪ ઓગષ્ટ.૨૦૨૧માં કામ શરૂ કરી તા.૧ સપ્ટે.૨૦૨૧ માં બલોક ફીટ કરવાનું કામ પૂર્ણ કરી રૂ. ૬.૮૨ સ્કેર મીટરના એક વર્કઓર્ડરમાં બે કામો બનાવી તા. ૬ જાન્યુ. ૨૦૨૨ તેમજ તા.૭ જાન્યુ.૨૦૨૨નના અલગ અલગ બે બિલો પાસ કરાવી લીધાનું પણ કોભાંડ સામે આવ્યુ છે..
સરકારી કામો પૂર્ણ થયા પછી એમ બી લખી બિલ બનાવવાના હોય છે
સરકારના મંજુર થયા પછી કામ શરૂ કરવા વર્કઓર્ડર અપાય છે. અને શરતો આધિન મેટલ વાપરવાનું હોય છે. પરંતુ બાબરીયા ગામે લાખો રૂપિયાનું સ્મશાન કંપાઉન્ડનું કામ શરૂ કર્યા વગર અને તપાસ કર્યા વગર ઓફીસમાં બેઠા બેઠા એમ બી લખાઇ ગઇ અને તેનું બિલ પણ એ ટી વીટી ગ્રાન્ટમાંથી બની ચુકવાઇ ગયુ આ અંગે અધિકારી પણ મગનું નામ મરી પાડતા નથી….
