સુરત,
સુરતના મોરાભાગળ વિસ્તારમાં એક બાઇકમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, પેટ્રોલ ભરાવા આવેલ યુવકની મોટર સાયકલમાં આગ લાગી હતી. અચાનક આગ ભભૂકી ઉઠતા લોકોમાં અફરાતફરીનો માહોલ છવાયો હતો.ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બાઈક પર લગાલી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ પર કાબુ મેળવતા મોટી દુર્ઘટના બનતા ટળી છે.
જોવાની વાત એ છે કે આ આગ પેટ્રોલપંપ પર જ લાગી હતી પેટ્રોલપંપ પે આગ લાગતા અહીં કામ કરતા કર્મચારીના જીવ અધર થી ગયા હતા. બાઇકમાં લાગેલી આગને બુઝાવવા માટે દોડાદોરી થઇ હતી. આખરે બાઇકમાં લાગેલી આગ ઓલવવામાં આવતા જીવ હેઠા બેઠા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
