પ્રેમ આંધળો હોય છે અને જીવલેણ પણ, વાત છે અમદાવાદના બાવળાની, જ્યાં નોએક પ્રેમીએ પ્રેમિકાની રસ્તા પર જ છરીના ઘા મારીને હત્યા કરી નાખી છે.યુવાન તેની પ્રેમિકા મિત્તલ જાદવને જાહેરમાં છરીનાં ઘા મારીને ફરાર થઇ ગયો હતો. બાદમાં યુવતીને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. પરંતુ તેની હાલત નાજૂક હોવાથી તેને વી.એસ.હોસ્પિટલમાં ખસેડાઇ હતી અને સારવાર દરમ્યાન તેનું મોત થઇ ગયું છે. પોલીસે આ મામલે 2 આરોપીઓની ધરપકડ કરી છે. અને હજુ એક શખ્સની શોધખોળ ચાલી રહી છે.
મૃતક યુવતીના થોડા દિવસ પછી લગ્ન થવાના હતા અને કેતન વાઘેલા નામના તેના પ્રેમીએ મળવા માટે બોલાવી હતી પરંતુ યુવતી આવી ન હતી. છેવટે કેતને લગ્નની ખરીદી કરવા ગયેલી યુવતીને શોધીને છરીના ઘા કર્યા હતા અને તેને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું મોત થઇ ગયું છે. પરિવારે બધા આરોપીઓ ન પકડાય ત્યાં સુધી યુવતીની લાશ લેવાનો ઇનકાર કરતા મામલો વધુ ગરમાયો છે.
નોંધનિય છે કે ત્રણ શખ્સોએ યુવતીને બાઇક પર બેસાડીને અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો અને બાદમાં તેની હત્યાને અંજામ આપ્યો હતો. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ વાઇરલ થઇ રહ્યો છે.
આપને જણાવી દઈએ કે હાલ યુવતીના મૃતદેહને અમદાવાદની વીએસ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવ્યો છે જ્યાં પરિવારજનોએ મૃતહેદને સ્વીકરવાનો ઈંકાર કર્યો છે.
