Surat News : સુરતમાં નાણાની લેડદેવડના કેસમાં એક મહિલા PSI ના ઈશારે રૂ.63000ની લાંચ લેતા ખાનગી શખ્સને ACB એઝડપી લીધો હતો. જ્યારે મહિલા PSI અને અન્. એક ASI વિરુધ્ધ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ કેસની વિગત મુજબ ફરીયાદી વિરૂધ્ધ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પૈસાની લેતી દેતી બાબતે અરજી થઈ હતી જે અરજીની તપાસ સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનના મહિલા PSI મધુબેન અમીરભાઈ રબારી કરતા હતા. જ્યારે આરોપી ASI નવનીતકુમાર હમીરભાઇ જેઠવા તેમના રાયટર તરીકે કામ કરતો હતો.. જે અરજીની તપાસમાં ફરીયાદીને બાકી નીકળતા રૂપિયા આપી દેવા સારુ ફરીયાદીને વારંવાર દબાણ કરતા હતા.
જે બાકીના રૂપિયા અપાવવાના હતા તેમાંથી ઓછુ કરાવીને બાકી નીકળતા રૂપિયા પૈકી ઉપરના નીકળતા રૂ. ૬૩૦૦૦/- મહિલા પીએસઆઈએ પોતાને આપી દેવા જણાવી ગેરકાયદેશર રીતે લાંચની માંગણી કરી હતી. જેથી આ કામના ફરીયાદી લાંચના નાણા આપવા માંગતા ના હોય ફરીયાદીએ વડોદરા એ.સી.બી. ફીલ્ડ માં સંર્પક કરી ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદીની ફરીયાદ આધારે સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનની હીરાબાગ પોલીસ ચોકીમાં લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું.
જેમાં એએસઆઈ નવનીતકુમારે લાંચના રૂપિયા મહિલા પીએસઆઈ વતી માંગણી કરી ખાનગી વ્યક્તિ માનસિંહ રામભાઈ સિસોદિયાને આપી દેવા જણાવતા સિસોદિયા લાંચ ના રૂ. ૬૩૦૦૦/- સ્વીકારી પકડાઇ ગયો હતો. આમ તમામ એકબીજાની મદદગારી કરી ગુનો કર્યો હતો.
![]()
આ પણ વાંચો: વડોદરામાં કારેલીબાગમાં રસ્તા પર પાકિસ્તાની રાષ્ટ્રધ્વજના પોસ્ટરો લગાવાયા
આ પણ વાંચો: પાનકાર્ડમાં સુધારો કરવા રૂ.500 ની લાંચ લેતા વડોદરામાં ઓફિસ સુપ્રિટેન્ડન્ટ ઝડપાયો
આ પણ વાંચો: ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી, વડોદરામાં 500 થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓની ધરપકડ
