Breaking News: ગુજરાતના રાજકારણમાં આજે મોટા સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટી (AAP)ના પ્રમુખ ખેડૂત નેતા તેમજ પાર્ટીના કિસાન સેલના પ્રમુખ રાજુ કરપડા (Raju Karpada)એ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.રાજુ કરપડાએ પોતાના તમામ પદો પરથી રાજીનામું આપ્યું છે અને આ રાજીનામું ફેસબુક પર પોસ્ટ કરીને જાહેર કર્યું છે.રાજુ કરપડા ગુજરાતના ખેડૂતોના મુદ્દાઓ પર આક્રમક રીતે અવાજ ઉઠાવનારા નેતા તરીકે જાણીતા છે. ખાસ કરીને બોટાદ જિલ્લાના હડદડ ગામમાં કપાસના બજારમાં કડદા પ્રથા વિરુદ્ધના આંદોલનમાં રાજુ કરપડાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

AAPના કિસાન સેલ પ્રમુખ રાજુ કરપડાએ (Raju Karpada) પાર્ટી છોડી
ઓક્ટોબર 2025માં આ આંદોલન દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ થયું હતું, જેમાં રાજુ કરપડા (Raju Karpada) અને પ્રવીણ રામ સહિત અનેક નેતાઓની ધરપકડ થઈ હતી. તેઓ 100થી વધુ દિવસ જેલમાં રહ્યા હતા અને જાન્યુઆરી 2026ના અંતમાં જામીન મળ્યા બાદ જેલમુક્ત થયા હતા.જેલમુક્તિ બાદ માત્ર થોડા દિવસોમાં જ આ રાજીનામું આવ્યું છે, જેનાથી AAP પાર્ટીમાં અસંતોષની ચર્ચા તેજ થઈ છે.

સૂત્રો અનુસાર, રાજુ કરપડા ગોપાલ ઈટાલિયા સાથેના મતભેદ અને પાર્ટીના આંતરિક વ્યવહારથી નારાજ હતા. ચોટીલા અને આસપાસના પંથકમાં તેમનો ખેડૂત વર્ગમાં મજબૂત પક્ષ છે, જેના કારણે આ રાજીનામું પાર્ટી માટે મોટો ફટકો ગણાઈ રહ્યું છે.આ ઘટના બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે શું રાજુ કરપડા (Raju Karpada) ભાજપમાં જોડાશે?
AAP ગુજરાતના સક્રિય નેતા રાજુ કરપડાએ ખેડૂતોના મુદ્દાઓ પર સતત અવાજ ઉઠાવ્યો છે. રાજુ કરપડાએ પક્ષના ખેડૂત સેલના પ્રમુખ તરીકે સેવા આપી હતી અને ચોટીલા વિધાનસભા બેઠક પરથી 2022ની ચૂંટણી લડી હતી. ખેડૂત તરીકે, રાજુ કરપડાએ માર્કેટિંગ યાર્ડમાં અનિયમિતતાઓ, ખેડૂતોને વાજબી અને નફાકારક ભાવનો અભાવ અને ખેડૂતોના હિતોને લગતા અન્ય મુદ્દાઓ સામે વિરોધ પ્રદર્શનોનું નેતૃત્વ કર્યું છે. પક્ષ તેમને ખેડૂતોના અધિકારો માટે લડનારા નેતા માનતો હતો.
આ પણ વાંચો: “સ્વર્ગ મળશે…” વાળા નિવેદનથી ખળભળાટ! સાંસદ ધવલ પટેલે કોંગ્રેસની ખરાબ માનસિકતાનો કર્યો પર્દાફાશ
આ પણ વાંચો: રાજકોટ કોંગ્રેસનું જમ્બો માળખું જાહેર, સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલાં નવી ઉર્જા, નવા ચહેરાઓનો સમાવેશ
આ પણ વાંચો: અઢી વર્ષથી રસ્તો અધૂરો! અમરેલી-લીલીયા હાઈવે મુદ્દે કોંગ્રેસ આક્રમક, આંદોલનની ચીમકી
