Ahmedabad News:અમદાવાદનાં અમરાઈવાડી વિસ્તારમાં સુખરામનગર પાસે આવેલા સંત વિનોબાભાવે નગર સ્લમ ક્વાર્ટર્સના બ્લોક નંબર 12ની ગેલેરી અચાનક ધરાશાયી (Gallery Collapse)થતાં ભારે હડકંપ મચી ગયો હતો.આ ઘટનામાં અત્યાર સુધીમાં કોઈ જાનહાનિ થઈ હોવાનું જાણવા મળ્યું નથી, પરંતુ ઘણા લોકો ઘરમાં ફસાઈ ગયા હતા.

ફાયર બ્રિગેડના અધિકારીઓએ અનુસાર ગેલેરી તૂટી (Gallery Collapse) પડતાં ઘરમાં 20થી 25 લોકો ફસાયા હોવાની માહિતી મળી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 2થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.ફાયર બ્રિગેડની ટીમે સીડીની મદદથી 8થી 10 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. હાલમાં બાકીના લોકોને બચાવવાનું કામ ચાલુ છે અને રેસ્ક્યુ ઓપરેશન ઝડપથી ચાલી રહ્યું છે.

સ્થાનિક લોકો અનુસાર આ ક્વાર્ટર્સ ખૂબ જ જર્જરિત હાલતમાં છે. અગાઉ પણ આ જ બ્લોકમાં ગેલેરી (Gallery Collapse)નો એક ભાગ પડી ગયો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આ ઇમારતોને ખતરનાક જાહેર કરીને નોટિસ પણ આપવામાં આવી ચૂકી છે, છતાં રહેવાસીઓ અહીં રહેવાનું ચાલુ રાખે છે.
બે મહિનામાં બીજીવાર ગેલેરી ધરાશાઈ (Gallery Collapse)
440 ફ્લેટ અને 180 ટેરેસના પુનઃવિકાસ માટે છ મહિના પહેલા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું અને યોગી કન્સ્ટ્રક્શનને ટેન્ડર આપવામાં આવ્યું હતું. જોકે, ટેકનિકલ ખામીઓને કારણે વર્ક ઓર્ડર જારી કરવામાં આવી રહ્યા નથી. પરિણામે, રહેવાસીઓને પોતાના જીવના જોખમે એ જ પરિસ્થિતિમાં રહેવાની ફરજ પડી રહી છે. તેમના ભાડાની ચુકવણી થઈ રહી નથી અથવા અન્ય સંબંધિત ટેકનિકલ બાબતો મંજૂર થઈ રહી નથી, જે ખૂબ જ ગંભીર બાબત છે.
