Not Set/ વલસાડમાં બાળકોએ રમત રમવામાં બનાવ્યું ધતુરાનું શાક, ખાધા પછી થયું આવું…

વલસાડ તાલુકાના જૂજવા ગામ ખાતે રહેતા અલગ અલગ પરિવારના 4 બાળકો રમી રહ્યા હતા. તે દરમિયાન રમતા રમતા બાળકોને 3 ઈંટનો ઉપયોગ કરીને તેના ઉપર રસોઈ બનાવવાની રમત શરૂ કરી હતી.

Gujarat Others
ધતુરાનું શાક

વલસાડ તાલુકાના જૂજવા ગામ ખાતે 4 બાળકો રસોઈ બનાવવાની રમત રમતા હતા. જેમાં બાળકો નજીકથી ધતુરાના ફળ લાવી ફળની શાકભાજી બનાવી રોટલી સાથે ખાઈ ગયા હતા. જેથી બાળકો અર્ધબેભાન હાલતમાં મળી આવ્યા હતા. બાળકોના વાલીઓએ તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં બાળકોને સારવાર માટે ખસેડ્યાં હતાં. રમતા રમતા બાળકો 3 ઈંટનો ઉપયોગ કરીને તેના ઉપર રસોઈ બનાવવાની રમત રમી રહ્યા હતા. જે દરમ્યાન નજીકથી ધતુરાનું ફળ લાવી તેના બી કાઢી તેને તપેલીમાં નાખી ચૂલો સળગાવી શાક બનાવ્યું હતું. ઉપરાંત ઘરમાંથી રોટલાઓ લાવીને ધતુરાનું શાક અને રોટલો ખાઈ ગયા હતા. જેની સાથે જ બાળકો રમતા રમતા બેભાન થઈ ગયા હતા.

આ પણ વાંચો :દેશી દારૂના નશામાં ભાન ભૂલેલા યુવકે કર્યું એવું કે, પહોંચી ગયો ભગવાનના ઘરે

મળતી માહિતી અનુસાર, વલસાડ તાલુકાના જૂજવા ગામ ખાતે રહેતા અલગ અલગ પરિવારના 4 બાળકો રમી રહ્યા હતા. તે દરમિયાન રમતા રમતા બાળકોને 3 ઈંટનો ઉપયોગ કરીને તેના ઉપર રસોઈ બનાવવાની રમત શરૂ કરી હતી. જે દરમ્યાન નજીકથી ધતુરાનું ફળ લાવી તેના બી કાઢી તેને તપેલીમાં નાખી ચૂલો સળગાવી શાક બનાવ્યું હતું. બાળકો ઘરમાંથી રોટલાઓ લાવીને ધતુરાનું શાક અને રોટલો ખાઈ ગયા હતા.

આ પણ વાંચો :સુરતમાં 71 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ, સ્કૂલ-કોલેજના વર્ગો કરાવાયા બંધ

પરિવારના સભ્યો બાળકોને બોલવા આવતાં તેઓ બેભાન હાલતમાં મળી આવ્યા હતા, જેથી આજુબાજુમાં તપાસ કરતાં ચૂલા ઉપર મૂકેલી તપેલીમાંથી ધંતૂરાનાં ફળનાં બી તેમજ એના ટુકડા મળી આવ્યા હતા, જેથી 4 બાળકને નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયાં હતાં. જ્યાંથી વધુ સારવાર માટે 108ની ટીમની મદદ વડે તેમને કસ્તુરબા હોસ્પિટલ ખસેડાયાં હતાં. હાલ ત્યાં બાળકોને ICUમાં દાખલ કરવામાં આવ્યાં છે. ઘટનાની જાણ સમગ્ર જિલ્લામાં થતાં બાબત ચર્ચાનો વિષય બની હતી.

આ પણ વાંચો :પાકિસ્તાનની જેલમાં સુત્રાપાડાના માછીમારનું મોત, મૃત્યુના 1 મહીના પછી મળ્યા સમાચાર 

આ પણ વાંચો :  કેમેરા મૂકી મારી અને પત્નીના અંગત પળોનો વીડિયો વાયરલ કરતા આત્મહત્યા કરૂં છું”: પોલીસ જવાન

આ પણ વાંચો : મહેશ સવાણીનું આપમાંથી રાજીનામું, વિજય સુવાળા બાદ બીજો ઝટકો!