Mehsana News : મહેસાણા જિલ્લાના છેવાડાના તાલુકા એવા સતલાસણા તાલુકામાં સતત ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે. સતલાસણા તાલુકો ડુંગરાળ-પહાડી વિસ્તારમાં વસેલો ગ્રામ્ય વિસ્તાર છે અને ખેતી ઉપર નિર્ભર ખેડૂતોનું પ્રમાણ વધુ છે.ભૌગોલિક અસમતલ વિસ્તારમાં ખેતીલાયક જમીન મોટા પ્રમાણમાં આવેલી છે.
તેમાં પણ નવીન હાઇવેની કામગીરીના કારણે વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ રહેવાની સમસ્યા વધી ગઈ છે.સતલાસણા આસપાસ ભારે અને સતત વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને તેના કારણે ખેતી ને ભારે નુકશાન થવાની ભીતિ સર્જાઈ છે.
ખેતરોમાં ઉભા પાકમાં પાણી ભરાઈ રહેવાથી એરંડા,વરિયાળી,તમાકુ જેવા ઉભા પાકો ના ખેતરોમાં પાણી ભરાઈ રહ્યા છે અને તેના કારણે ખેડૂતોની ખેતીમાં ભારે નુકશાન થઈ શકે છે.આ અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને નુકશાનના પગલે મુખ્યમંત્રી સુધી રજુઆત કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, રાજ્યમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય
આ પણ વાંચોઃગુજરાતમાં આગામી 3 કલાક માટે હવામાન વિભાગનું નાઉકાસ્ટ, કરી ભારે વરસાદની આગાહી
આ પણ વાંચોઃલાંબા વિરામ બાદ દાંતીવાડા અને પાંથાવાડામાં ધોધમાર વરસાદ, જનજીવન પ્રભાવિત
