Banaskantha News : બનાસકાંઠામાં કોંગ્રેસ(Congress)નો આંતરિક કલહહવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. દિનેશ પરમારે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે. તેમણે જણાવ્યું છે કે પક્ષ શિસ્તનો ભંગ કરવામાં આવ્યો છે તેમજ મેન્ડેટ આપવામાં ગેરરીતિઓ કરવામાં આવી છે.

પરમારના જણાવ્યા મુજબ, કાર્યકરોને અવગણીને મેવાણીએ પોતાના નજીકના લોકોને વધુ પ્રાધાન્ય આપ્યું છે. એટલું જ નહીં, અનુસૂચિત જાતિના લોકો સાથે પણ અન્યાય થયાનો આરોપ તેમણે લગાવ્યો છે.
આ ઉપરાંત જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટણી પરિણામ માટે પણ તેમણે જીગ્નેશ મેવાણીને જવાબદાર ઠેરવ્યા છે
