Not Set/ અમદાવાદ/ દાણીલીમડાથી જુગાર રમતા 10 આરોપીઓ ઝડપાયા

અમદાવાદનાં દાણીલીમડા વિસ્તારમાં ગઈ કાલે પોલીસે બાતમીનાં આધારે રેડ કરીને 10 જેટલા આરોપીઓને રંગે હાથે જુગાર રમતા ઝડપી લીધા હતા. અમદાવાદનાં દાણીલીમડા વિસ્તારનાં સુરેઝ ફાર્મ પાસેનાં એમ કે ટ્રેડર્સ નાં ગોડાઉનમાં જુગાર ધામ બંદ બારણે ચાલી રહ્યું હતું. જેની બાતમી પોલીસનાં કાને આવતા દાણીલીમડા પોલીસે બાતમીની જગ્યાએ રેડ કરીને કુલ 10 આરોપીઓને જુગાર રમતા રંગેહાથે […]

Ahmedabad Gujarat

અમદાવાદનાં દાણીલીમડા વિસ્તારમાં ગઈ કાલે પોલીસે બાતમીનાં આધારે રેડ કરીને 10 જેટલા આરોપીઓને રંગે હાથે જુગાર રમતા ઝડપી લીધા હતા.

Related image

અમદાવાદનાં દાણીલીમડા વિસ્તારનાં સુરેઝ ફાર્મ પાસેનાં એમ કે ટ્રેડર્સ નાં ગોડાઉનમાં જુગાર ધામ બંદ બારણે ચાલી રહ્યું હતું. જેની બાતમી પોલીસનાં કાને આવતા દાણીલીમડા પોલીસે બાતમીની જગ્યાએ રેડ કરીને કુલ 10 આરોપીઓને જુગાર રમતા રંગેહાથે ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓ પાસેથી મોબાઇલ તેમજ રોકડ રકમ સહિતનો કુલ 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત થયો હતો. અને તમામની વિરુદ્ધમાં જુગાર ધારાની કલમ 4 તેમજ 5 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

…રીઝવાન શેખ,પત્રકાર 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.