સુરતી લાલ બિન્દાસ, કહેવત છે, પરંતુ સુરતી લાલાને પોતાનુ બિન્દાસપણું ભારે પડ્યું છે. સુરતની પાસે આવેલા ઉધના પાસે એક કેમીકલની ફેકટરીમાં આગ લાગી છે અને અહીં ફેક્ટરી માલિકની બેદરકારી સામે આવી છે. ફેકટરીમાં ફાયર સેફ્ટીના કોઈજ વ્યવસ્થા કરવામાં આવી ના હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર સુરતની ઉધના પાસે આવેલી ભાટિયા કેમિકલ ફેકટરીમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કીટ ને કારણે લાગી હોવાનું માંલુમ પડ્યું હતું. મોડી રાત્રે લાગેલી આગ ને કારણે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. અને ફાયર સેફટી ના સાધનો નો અભાવ ને પગલે આગ વિકરાળ રીતે વિસ્તરી હતી.
આગ નો કોલ મળતા ફાયર વિભાગ દોડતું થયું હતું. અને ફાયર વિભાગ દ્વારા આગ કાબુ માં લેવાઈ હતી. અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
