Gandhinagar News/ રાષ્ટ્રીય એકતા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે ‘યુનિટી માર્ચ’ને પ્રસ્થાન કરાવ્યું…

વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે આ ‘રન ફોર યુનિટી’ સમગ્ર દેશને એકતાના તાંતણે જોડનારું માધ્યમ છે…

Gujarat Ahmedabad

Ahmedabad News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Patel)ની 150મી જન્મજયંતિ નિમિતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ‘સરદાર@150 યુનિટી માર્ચ’ (Unity March)ને પ્રસ્થાન કરાવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવેલા મહત્વપૂર્ણ મુદ્દાઓ

વડાપ્રધાનએ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના નિર્માણ થકી સરદાર પટેલને ખરા અર્થમાં શ્રધ્ધાંજલિ આપી

‘રન ફોર યુનિટી’ સમગ્ર દેશને એકતાના તાંતણે જોડનારું માધ્યમ

સ્વદેશીને જીવનનો હિસ્સો બનાવી આત્મનિર્ભર ભારત થકી વિકસિત ભારતનું નિર્માણ કરીએ

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ‘યુનિટી માર્ચ’ યોજાઈ

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Patel) સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કરી નમન કર્યા હતા. મુખ્યમંત્રીએ અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ સરદારવલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ (150th Birth Anniversary) પ્રસંગે ભાવાંજલિ અર્પણ કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ના નેતૃત્વમાં દેશભરમાં સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિતે ભવ્યાતિભવ્ય ઉજવણીનું આયોજન કરાયું છે.

સરદારસાહેબની આ પ્રતિમા ભારતના સામર્થ્ય અને ગૌરવવંતા ઇતિહાસનું શ્રેષ્ઠ પ્રતીક

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ (Statue Of Unity)ના નિર્માણથી સરદાર પટેલને વડાપ્રધાને ખરા અર્થમાં શ્રધ્ધાંજલિ (Tribute) આપી છે.

સરદારસાહેબની આ પ્રતિમા ભારત (India)ના સામર્થ્ય અને ગૌરવવંતા ઇતિહાસનું શ્રેષ્ઠ પ્રતીક છે તેમ પણ મુખ્યમંત્રીએ કહ્યું હતું.

[fvplayer id=”215″]

સરદાર સાહેબને યાદ કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદી પછી 562 જેટલા દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરી સ્વતંત્ર ભારતનું નિર્માણ કર્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 370 દૂર કરી ભારતને એક અને અખંડ બનાવ્યું છે. વડાપ્રધાને પ્રદેશો અને રાજ્યો વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાન કરી ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની રચના કરી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના દિશાદર્શનમાં વર્ષ ૨૦૧૪થી સરદાર પટેલની જન્મજયંતિ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવાય છે.

આજે આયોજિત ‘યુનિટી માર્ચ’ દેશની એકતા અને અખંડિતતાનું પ્રતીક

મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસના મંત્ર થકી ભારત ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે આ ‘રન ફોર યુનિટી’ સમગ્ર દેશને એકતાના તાંતણે જોડનારું માધ્યમ છે.

મુખ્યમંત્રીએ ગૌરવપૂર્વક જણાવ્યું હતું કે, જે રીતે આઝાદીના આંદોલનમાં સ્વદેશી માટેનો જોમ, જુસ્સો લોકોમાં જાગ્યો હતો એવો જ જોમ અને જુસ્સો આ વખતે દિવાળી ના તહેવારોમાં સ્વદેશી વસ્તુઓની ખરીદીમાં આપણને જોવા મળ્યો છે.

આપણે સૌ, સરદાર સાહેબને યાદ કરી એક અને નેક બની, સ્વદેશીને જીવનનો હિસ્સો બનાવીને વિકસિત ભારતનું નિર્માણ કરીએ તેવું મુખ્યમંત્રીએ સૌને આહ્વાન કર્યું હતું.

મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ ‘રાષ્ટ્રહિત પ્રથમ’ના ભાવ સાથે ‘એકતા શપથ’ લીધા

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ અને ઉપસ્થિત સૌ નાગરિકોએ રાષ્ટ્રહિત પ્રથમના ભાવ સાથે ‘એકતા શપથ’ લીધા હતા.

અમદાવાદ શહેરના મેયર પ્રતિભા જૈનએ સ્વાગત પ્રવચન કરી ‘યુનિટી માર્ચ’માં આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાનથી સરદાર પટેલને સાચી શ્રધ્ધાંજલિ અર્પણ કરવા આ ‘યુનિટી માર્ચ’માં ભેગા થયા છીએ. આ ‘યુનિટી માર્ચ’થી રાષ્ટ્રભાવનાની નવી ચેતનાનો સંચાર થયો છે તેવું તેમણે ઉમેર્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે, આ યુનિટી માર્ચ ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત, તંદુરસ્તયુકત ગુજરાત’ને સાર્થક કરશે.

‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે AMC દ્વારા યુનિટી માર્ચનું આયોજન

‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે અમદાવાદ (Ahmedabad) મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘એક ભારત, આત્મનિર્ભર ભારત’ના સંદેશને વધુ મજબૂત કરવા આ યુનિટી માર્ચનું આયોજન કરાયું હતું.

મુખ્યમંત્રીએ નારણપુરાની સરદાર પટેલ કોલોનીમાં આવેલી સરદાર પટેલની પ્રતિમા પાસેથી સવારે 7:30 વાગ્યે યુનિટી માર્ચનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ યુનિટી માર્ચ નારણપુરા સરદાર પટેલ કોલોનીથી શરૂ થઈ સરદાર પટેલ સ્ટેડિયમ રોડ, સી.જી. રોડ થઈને આશ્રમ રોડ પરની મહાત્મા ગાંધીજી (Gandhiji)ની પ્રતિમા ખાતે પૂર્ણ થઈ હતી.

આ યુનિટી માર્ચમાં મેયર પ્રતિભા જૈન, રાજ્યમંત્રી દર્શના વાઘેલા, સાંસદો, શહેરના સર્વે ધારાસભ્યો, ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી, શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ, દંડક શીતલ ડાગા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની, શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક, જિલ્લા કલેક્ટર સુજીત કુમાર, જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે તથા વહીવટીતંત્રના અધિકારીઓ, ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર ડૉ.હર્ષદ પટેલ તથા કોર્પોરેટરો, યુવાનો, વિદ્યાર્થીઓ, રમતપ્રેમીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન

આ પણ વાંચો:મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે PM મોદીને મહાત્મા ગાંધી, સુભાષ ચંદ્ર બોઝ અને સરદાર વલ્લભભાઈ પટેલના ‘ત્રિવેણી સંગમ’ ગણાવ્યા

આ પણ વાંચો:સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર એકતાના શપથ લેવડાવતા ગૃહપ્રધાન