Rajkot News : રાજકોટ (Rajkot)શહેરમાં ગેરકાયદે રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકો (illegal Bangladeshi)સામે પોલીસે સઘન કાર્યવાહી (Police Action)હાથ ધરી છે. શહેર પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન વિશેષ ચેકિંગ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું, જેમાં 25 અલગ-અલગ ટીમો બનાવી વિવિધ વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી.
પોલીસને મળેલી માહિતી અને તૈયાર કરાયેલી 450 શંકાસ્પદ વ્યક્તિઓની યાદીના આધારે શહેરના વિવિધ વિસ્તારોમાં ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. આ દરમિયાન અનેક સ્થળોએ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી તેમજ શંકાસ્પદ લોકોની પૂછપરછ પણ કરવામાં આવી હતી.

પોલીસે પાંચ મહિલાઓને પૂછપરછ માટે રોકી તેમના ઓળખપત્રો અને અન્ય જરૂરી દસ્તાવેજોની તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન તેમના રહેઠાણ, નોકરી અને નાગરિકતા સંબંધિત વિગતોની ચકાસણી કરવામાં આવી રહી છે.
રાજકોટ (Rajkot) પોલીસ દ્વારા નાગરિકોને પણ ખાસ અપીલ કરવામાં આવી છે કે કોઈપણ વ્યક્તિ
ને નોકરી પર રાખતા પહેલાં અથવા મકાન ભાડે આપતા પહેલાં તેની સંપૂર્ણ પોલીસ વેરિફિકેશન કરાવવી જરૂરી છે. વેરિફિકેશન વગર કોઈને આશ્રય કે રોજગાર આપવો કાયદાકીય મુશ્કેલી ઊભી કરી શકે છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરમાં ગેરકાયદે રીતે રહેતા વિદેશી નાગરિકો સામે કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે અને સુરક્ષા તેમજ કાયદો-વ્યવસ્થા જાળવવા માટે આવા ઓપરેશન નિયમિત રીતે હાથ ધરવામાં આવશે.
