નવી દિલ્હી,
ભારતમાં ખેડૂતોનું દેવું માફ કરવી એ ચૂંટણીનો મુખ્ય મુદ્દો બની ગયો છે અને આ મામલે રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે, ત્યારે હવે આ મામલે વિશ્વની ઇકોનોમિક ક્ષેત્રની અગ્રણી સંસ્થા IMF (ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ)ના ચીફ ઈકોનોમિસ્ટ ગીતા ગોપીનાથે ભારતીય અર્થવ્યવસ્થાને લઈ એક ટિપ્પણી કરી છે.

ભારતીય મૂળના અર્થશાસ્ત્રી એવા ગોપીનાથે કહ્યું હતું કે, “ખેડૂતોની લોનમાફીથી તેઓની સમસ્યાઓ હલ થવાની નથી. તેઓની સમસ્યાઓના સ્થાયી સમાધાન માટે કેશ સબસિડી આપવી એજ જ ઉપાય સૌથી યોગ્ય રહેશે”.
તેઓએ વધુમાં કહ્યું, “મારું માનવું છે કે, દેશના કૃષિ ક્ષેત્ર પર મોટું સંકટ છે, આ પ્રકારના લોભામણ ઉપાયોથી ખેડૂતોની સમસ્યાઓનું સ્થાયો સમાધાન આવશે નહિ”.

વર્તમાન મોદી સરકારને સલાહ આપતા ગોપીનાથે કહ્યું, “સરકારોએ ખેડૂતોની ઉપજ વધારવા માટેનો યોગ્ય ઉપાય કરવો જોઈએ અને અ આમતે યોગ્ય ટેકનિક અને બીજ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી જોઈએ”.
અત્રે ઉલ્લેખનીય છે કે, IMFમાં ચીફ ઈકોનોમિસ્ટનું પદ સંભાળ્યા બાદ ગ્લોબલ ડેવલોપમેન્ટની પ્રથમ રિપોર્ટ રજૂ કરતા ગોપીનાથે આ ટિપ્પણી કરી છે.
