ઉના,
ઉનામાં વાતાવણમાં પલ્ટો આવતાં વરસાદ પડવાની સંભાવના દેખાઇ રહી છે. આકાશમાં કાળા ડિભાંદ વાદળોનો જમાવડો જોવા મળી રહ્યો છે. આ કમોસમી માવઠાના કારણે ખેડૂતો ચિંતામાં ગરકાવ થઇ ગયા છે. તો આ તરફ અરવલ્લીમાં પણ વહેલી સવારથી જ ધુમ્મસ છવાઇ ગયું છે. ચો તરફ આ ધુમ્મસ છવાઇ જતાં ઠંડીના ચમકારામાં વધારો જોવા મળી રહ્યો છે.
વાહનચાલકોને પણ અવરજવર કરવામાં તકલીફ પડી રહી છે. તો વળી ગીર-સોમનાથમાં પણ આ જ પ્રકારની સ્થિતિ સર્જાઇ છે. વહેલી સવારે કમોસમી ઝાપટા પડવાને કારણે કેરીના પાક અને ઘઉંના પાકને પણ નુકસાન થવાની ભિતિ દેખાઇ રહી છે. ડાંગના સાપુતારામાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. જેથી ઠંડીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
