Gujarat Weather Update/ ગુજરાતમાં 10 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર, સુરેન્દ્રનગર સૌથી ગરમ

ગુજરાત (Gujarat) માં વધતી ગરમી વચ્ચે સુરેન્દ્રનગરમાં 44.7°C, અમદાવાદમાં 44.4°C સહિત રાજ્યના અનેક શહેરોમાં 40°Cથી વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે અને આગામી દિવસોમાં પણ ગરમી યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Top Stories Gujarat
Gujarat

Gujarat Weather: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમી અને ઉકળાટનું પ્રમાણ સતત વધી રહ્યું છે. હવામાન વિભાગના અહેવાલ મુજબ રાજ્યના 10 શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું છે.

સૌથી વધુ ગરમી સુરેન્દ્રનગરમાં નોંધાઈ છે, જ્યાં મહત્તમ તાપમાન 44.7 ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે. અમદાવાદમાં પણ તીવ્ર ગરમીનો અનુભવ થયો છે, જ્યાં તાપમાન 44.4 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું.

Gujarat

રાજકોટમાં 43.6 ડિગ્રી, જ્યારે ગાંધીનગરમાં 43.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભાવનગરમાં 42.8 ડિગ્રી અને ડીસામાં 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

આ ઉપરાંત અમરેલીમાં 41.9 ડિગ્રી અને વડોદરામાં 40.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાતા સમગ્ર રાજ્યમાં ગરમીનો પ્રભાવ સ્પષ્ટ જોવા મળ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ તાપમાન ઊંચું રહેવાની શક્યતા વ્યક્ત કરી છે, જેથી લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.


આ પણ વાંચો : ઉત્તર ભારતમાં બદલાયું હવામાન, દિલ્હી-એનસીઆરમાં વરસાદથી ગરમીમાં રાહત

આ પણ વાંચો : દિલ્હીમાં 14 વર્ષ બાદ મે મહિનાની સૌથી ગરમ રાત, 29 મે સુધી હીટવેવનું યલો એલર્ટ

આ પણ વાંચો : ચોમાસા પહેલા અમદાવાદ બન્યું ‘ભૂવા નગરી’, એક જ દિવસમાં બે જગ્યાએ મસમોટા ભૂવા