ક્રોંગેસે ગુરુવારે મધ્યપ્રદેશની બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. પાર્ટીએ 12 બેઠકો માટે સૂચિ જાહેર કરી હતી. સૂચિમાં મુખ્યમંત્રી કમલનાથ તેમજ પૂર્વ મુખ્યમંત્રી અર્જુન સિંહ એમ બન્નેના પુત્રોને ટિકિટ આપવામાં આવી છે. મુખ્યમંત્રી કમલનાથના પુત્ર નકુલને છિંદવાડા લોકસભા બેઠકની ટિકિટ અપાઇ છે. મધ્યપ્રદેશ માટેની પહેલી સૂચિમાં કોંગ્રેસ 9 ઉમેદવારો જાહેર કરી ચૂકી છે તેથી હવે માત્ર 8 નામોની જાહેરાત બાકી છે.
Congress releases list of 12 candidates from Madhya Pradesh. CM Kamal Nath's son Nakul to contest from Chhindwara, Ajay Singh Rahul to contest from Sidhi and Arun Yadav to contest from Khandwa #LokSabhaElections2019 pic.twitter.com/XQOW381zYt
— ANI (@ANI) April 4, 2019
તે ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી અર્જુન સિંહના પુત્ર અજય સિંહ રાહુલને પણ ટિકિટ અપાઇ છે. ખંડવાથી પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને વિધાનસભા ચૂંટણીમાં શિવરાજના મુકાબલામાં ઉતરનાર અરુણ યાદવને ટિકિટ અપાઇ છે. રીવા લોકસભા બેઠક માટે સિદ્વાર્થ તિવારીનું નામ જાહેર થયું છે. જબલપુરથી વિવેક તન્ખાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. મધ્યપ્રદેશની સાગર લોકસભા બેઠક પરથી પ્રભુ સિંહ ઠાકુર ચૂંટણીના મેદાનમાં ઉતરશે.
