Not Set/ દિલ્હી મેટ્રો સામે કૂદીને ASI એ કર્યો આપઘાત

દિલ્હી, દિલ્હીના જહાંગીરપુરી મેટ્રો સ્ટેશન પર દિલ્હી પોલીસના એક સહાયક સબ-ઇન્સ્પેક્ટર (એએસઆઈ) એ મેટ્રો સામે કૂદીને આત્મહત્યા કરી લીધી છે. ઘટના પછી, પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે  મોકલ્યો. આ બનાવ ગુરુવારે જહાંગીરપુરી મેટ્રો સ્ટેશન પર થયો હતો. દિલ્હીના એએસઆઈ અજય કુમાર પ્લેટફોર્મ પર અન્ય મુસાફરોની જેમ મેટ્રો ટ્રેનની રાહ જોઈ રહ્યા  હતા. જેવી ટ્રેન આવી […]

India Trending

દિલ્હી,

દિલ્હીના જહાંગીરપુરી મેટ્રો સ્ટેશન પર દિલ્હી પોલીસના એક સહાયક સબ-ઇન્સ્પેક્ટર (એએસઆઈ) એ મેટ્રો સામે કૂદીને આત્મહત્યા કરી લીધી છે. ઘટના પછી, પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે  મોકલ્યો.

આ બનાવ ગુરુવારે જહાંગીરપુરી મેટ્રો સ્ટેશન પર થયો હતો. દિલ્હીના એએસઆઈ અજય કુમાર પ્લેટફોર્મ પર અન્ય મુસાફરોની જેમ મેટ્રો ટ્રેનની રાહ જોઈ રહ્યા  હતા. જેવી ટ્રેન આવી તેઓ અચાનક જ તેની સામે કૂદી ગયા.

ઘટના સ્થળે જ  એએસઆઈ અજય કુમારનું  મૃત્યુ થયું હતું. મેટ્રો સ્ટેશન પર તૈનાત કરાયેલા સુરક્ષા કર્મચારીઓએ આ વિશે પોલીસને માહિતી આપી હતી. પોલીસે કહ્યું હતું કે અજય કુમારને દિલ્હી પોલીસના કમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટમાં તૈનાત હતા.

અજય કુમાર દિલ્હીના નરેલા વિસ્તારમાં રહેતા હતા. આત્મહત્યાના કારણો હજુ સામે આવ્યા  નથી. હવે પોલીસ કેસની તપાસ કરી રહી છે. પોલીસને ઘટના સ્થળ પર કોઈ સુસાઈડ નોટ પણ મળી નથી.