બિહારમાં ગુનેગારો એ હદે બેફામ બન્યા છે કે તેઓ દિન પ્રતિદિન ગુનાને અંજામ આપી રહ્યા છે. તાજેતરની ઘટના રાજ્યના વૈશાલીનો છે, જ્યાં શનિવારે સવારે જિમમાં ગયેલા કોંગ્રેસના નેતા રાકેશ યાદવની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને હત્યા કાર્ય બાદ ગુનેગાર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.
કોંગ્રેસના નેતા રોજની જેમાં આજે સવારે જિમ માટે નીકળ્યા હતા, ત્યારે જ બાઈક પર સવાર બદમાશો હાજીપુરના સિનેમા રોડ નજીક યુવા કોંગ્રેસના પૂર્વ મહાસચિવ રાકેશ યાદવ પર ફાયરિંગ કર્યું હતું. જેના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવ બન્યા બાદ ગુનેગારો બાઇક લઈને નાસી છુટયા હતા.
Bihar: Congress leader Rakesh Yadav shot dead in Vaishali by unidentified assailants.Police begin investigation
— ANI (@ANI) December 28, 2019
ઘટનાની જાણ થતાં જ એસપી ઘટના સ્થળે પહોંચી ગયા હતા. એસપીને જોઇને સ્થાનિકો ગુસ્સે થઈ ગયા અને પોલીસ વાહન પર પથ્થરમારો શરૂ કર્યો. જે બાદ એસપી પોલીસ બંદોબસ્ત સાથે લઈને ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો. પથ્થરમારાથી પોલીસ વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું, સાથે લોકોએ અનેક દુકાનમાં તોડફોડ પણ કરી હતી. શહેરમાં બળજબરીની દુકાનો પણ બંધ કરવામાં આવી રહી છે.
પોલીસે જણાવ્યું છે કે હત્યાનું કારણ હજી જાણી શકાયું નથી. જો કે, તેની હત્યા પાછળ રાજકીય કારણો હોઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે ઘટના સ્થળેથી ત્રણ ખોખા મળી આવ્યા છે અને નજીકની દુકાનોના સીસીટીવી ફૂટેજ પણ શોધવામાં આવી રહ્યા છે. આરોપીની ધરપકડ ટૂંક સમયમાં કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
