“કે લડ અને કાં લડવાવાળો દે”, ચીનનું કામ પણ આ ગુજરાતી કહેવાત જેવુ જ છે. ચીનને બીજાને ઘમકાવવાનો ખુબ શોખ પણ ખરો છાર વારે બાધોણકા ચીનને કોઇને કોઇ બાબતે વાકું પડતું જ રહે છે અને જેવું વાકું પડે કે વાદરાનાં હાથમાં તલવાર જેવો ક્યાસ તુરંતમાં જ જોવા મળે. આ વખતે પણ ચીન દ્વારા આવું જ કશુંક કરવામાં આવ્યું છે અને ભારતને ગંભીર પ્રકારની ગર્ભીત તેમજ સીધી ઘમકી પણ આપી દેવામા આવી છે.
આ વખતે પણ મસલો છે દલાઇ લામા, અને હા એ પણ વર્તમાન લામા નહી પણ વર્તમાન લામાનાં ઉત્તરાધીકારી અને આવનારા દલાઇ લામા વિશે ખંધા ચીને અત્યારથી કાગરોળ મચાવવાનું શરુ કરી દીધું છે. તિબેટ હડપી લીધા બાદ હવે દલાઇ લામાએ ચીનનાં નાકમાં દમ લાવી દીધો છે અને લામા ભારતનાં એક માત્ર રાજકીય શરણાર્થી પણ છે, આ મમલો વિશ્વ આખું જાણે છે. તિબેટીયન લોકોમાં લામાને ભગવાનનો અવતાર જ માનવામા આવે છે. ચીન દ્વારા ખંધી ચાલ રમતા પાસા ફેંકવામા આવ્યો હોય તેમ..

ચીને કહ્યું કે તિબેટના ધર્મગુરૂ દલાઈ લામાના ઉત્તરાધિકારી ચીનથીજ પસંદ કરવામાં આવશે. ભારત દ્વારા આ મુદ્દા પર કોઇ પણ પ્રકારનો હસ્તક્ષેપ બન્ને દેશોના સંબંધને પ્રભાવિત કરશે. તિબેટમાં ચીનના અધિકારી વાંગ નેંગ શેંગે કહ્યું કે દલાઈ લામાનો અવતાર લેવો એક ઐતિહાસિક, ધાર્મિક અને રાજકીય મુદ્દો છે. સાથે જ તેમના ઉત્તરાધિકારીની પસંદગી 200 વર્ષ જૂની ઐતિહાસિક પ્રક્રિયા છે. તેમણે લ્હાસામાં ભારતીય પત્રકારોને કહ્યું કે આ પ્રક્રિયાને ચીનની સરકાર દ્વારા સ્વીકૃતિ આપવામાં આવવી જોઇએ. દલાઈ લામાના પુ:ર્જન્મની પ્રક્રિયા માટે અહીં ઐતિહાસિક સંસ્થાન છે.
વર્તમાન દલાઇ લામા ભારતનાં રાજાઆશ્રય સાથે ભારતમાં જ રહે છે.

ઉલ્લેખનીય છે કે 14માં દલાઈ લામા 1959માં ભાગીને ભારત આવ્યા હતા. ભારતે તેમને રાજકીય શરણ આપી હતી અને ત્યારથી તેઓ હિમાચલ પ્રેદશના ધર્મશાલામાં રહી રહ્યા છે. દલાઈ લામા 84 વર્ષના છે અને તેમના સ્વાસ્થ્ય મુદ્દોને જોતાં છેલ્લા અમુક વર્ષોથી તેમના ઉત્તરાધિકારીની પસંદગીનો મુદ્દો અત્યારે ચર્ચામાં છે.
ચીને સંસોધન કરી લામાનાં ઉત્તરાધિકારી પસંદ કરવાની રીત પણ શોધી કાઢી
ચીના જણાવ્યા પ્રમાણે દલાઈ લામાના પુન:ર્જન્સનો નિર્ણય કોઇની વ્યક્તિગત ઇચ્છાઓ અથવા અન્ય દેશોમાં રહેનારા અમુક સમૂહો દ્વારા ન લેવાવો જોઇએ. વર્તમાન દલાઈ લામાને ચીન દ્વારા માન્યતા આપવામાં આવી નથી હતી અને તેમના ઉત્તરાધિકારીને ચીનની અંદરથી શોધવા જોઇએ.
ચીનના એક રિસર્ચ સેન્ટરના નિદેશક જહા લુઓએ કહ્યું કે દલાઈ લામાના ઉત્તરાધિકારીની પસંદગીમાં ભારત તરફથી કોઇ પણ પ્રકારનો હસ્તક્ષેપ બન્ને દેશના દ્વિપક્ષીય સંબંધોને પ્રભાવિત કરશે. આગલા દલાઈ લામાની પસંદીની પ્રક્રિયાના બે તબક્કા છે. પહેલા તેના માટે ડ્રૉ કાઢવો જોઇએ અને બાદમાં તેમને કેન્દ્રીય સરકાર દ્વારા માન્યતા આપવી જોઇએ.
ભારતને આપી આવી ગંભીર ગર્ભીત ઘમકી

ચીન દ્વારા ભારતને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દેવામા આવ્યું છે કે દલાઇ લામાના ઉત્તરાધિકારીની પસંદગી બાબતે ભારત કોઇ હસ્તક્ષેપ કરવાની હિંમત શુધા ન કરે. આવુ કરવામાં ભારતને નુકશાન વેઠવાનો વારે આવી શકે છે. ચીન દ્વારા જણાવવામા આવ્યું છે કે નવા લામાની પસંદગી ચીનમાંથી અને ચીન દ્વારા જ કરવામા આવશે અને ભારત દ્વારા આ મામલે હસ્તક્ષેપ એ ભારત-ચીનનાં દ્વીપક્ષી રાજદ્વારી સંબધો ખતમ કરી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
