Vadodara News/ કરજણ નર્મદા નદીમાં ત્રણ યુવકો ડૂબ્યા, એકનો બચાવ

Vadodara News : વડોદરા જિલ્લાના કરજણ (Karjan)તાલુકામાં નર્મદા (Narmada)નદીમાં ન્હાવા ગયેલા ત્રણ યુવકો માટે આનંદનો પ્રવાસ દુર્ઘટનામાં ફેરવાઈ ગયો હતો. રણાપુર ગામ નજીક નર્મદા નદીમાં ન્હાવા દરમિયાન ત્રણેય યુવકો પાણીના ઊંડા પ્રવાહમાં ડૂબવા (Drowning) લાગ્યા હતા. મળતી માહિતી મુજબ, યુવકો મિત્રો સાથે નદીમાં ન્હાવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન અચાનક પાણીના પ્રવાહમાં ત્રણેય તણાઈ ગયા […]

Top Stories Gujarat Vadodara
રણાપુર ગામ નજીક નર્મદા નદીમાં ન્હાવા દરમિયાન ત્રણેય યુવકો પાણીના ઊંડા પ્રવાહમાં ડૂબવા (Drowning) લાગ્યા હતા

Vadodara News : વડોદરા જિલ્લાના કરજણ (Karjan)તાલુકામાં નર્મદા (Narmada)નદીમાં ન્હાવા ગયેલા ત્રણ યુવકો માટે આનંદનો પ્રવાસ દુર્ઘટનામાં ફેરવાઈ ગયો હતો. રણાપુર ગામ નજીક નર્મદા નદીમાં ન્હાવા દરમિયાન ત્રણેય યુવકો પાણીના ઊંડા પ્રવાહમાં ડૂબવા (Drowning) લાગ્યા હતા.

મળતી માહિતી મુજબ, યુવકો મિત્રો સાથે નદીમાં ન્હાવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન અચાનક પાણીના પ્રવાહમાં ત્રણેય તણાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક બચાવ માટે દોડી આવ્યા હતા.

સ્થાનિકોની સતર્કતાના કારણે એક યુવકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી. જોકે અન્ય બે યુવકો નદીમાં લાપતા બન્યા હતા. ઘટનાની જાણ થતાં કરજણ ફાયર વિભાગની ટીમ અને સ્થાનિક તંત્ર ઘટના સ્થળે પહોંચી ગયું હતું.

ફાયર વિભાગ દ્વારા નર્મદા (Narmada)નદીમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. બચાવ ટીમો બોટ અને અન્ય સાધનોની મદદથી લાપતા યુવકોની શોધખોળ કરી રહી છે. ઘટનાને પગલે વિસ્તારમાં ચિંતા અને શોકનો માહોલ છવાઈ ગયો છે.

તંત્ર દ્વારા લોકોને વરસાદી મોસમ દરમિયાન નદી અને જળાશયોમાં સાવચેતી રાખવા તેમજ જોખમી સ્થળોએ ન્હાવાથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે.


આ પણ વાંચો : વાવ-થરાદમાં કરુણ દુર્ઘટના: મિત્રને બચાવવા ગયેલા બે શ્રમિક યુવકો ખેત તલાવડીમાં ડૂબ્યા, બંનેના મોત

આ પણ વાંચો : તળાજાના સરતાનપર ગામે એક જ પરિવારના 3 માસૂમ બાળકો પાણીમાં ડૂબ્યા

આ પણ વાંચો : ગોમતી નદીમાં બે યાત્રિકો ડૂબ્યા, એકનો બચાવ, બીજા યુવકની શોધખોળ ચાલુ