Ahmedabad News/ અમદાવાદમાં મેગા સર્ચ ઓપરેશન, 291થી વધુ શંકાસ્પદોની અટકાયત, બાંગ્લાદેશી ઘૂસણખોરોની તપાસ તેજ

અમદાવાદમાં પોલીસે મોડી (Ahmedabad Police) રાત્રે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરી 100 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી છે. તેમની ઓળખ, નાગરિકતા અને દસ્તાવેજોની ચકાસણી ચાલી રહી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Ahmedabad Police

Ahmedabad News: અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસે (Ahmedabad Police) મોડી રાત્રે એક વિશાળ અને અભૂતપૂર્વ મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ ઓપરેશનમાં શહેરના સંવેદનશીલ વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં 291 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે, જેમાં 131 ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી ઘૂસણખોરો હોવાની  પુષ્ટિ થઈ છે, જ્યારે 160 લોકોની હાલમાં પૂછપરછ ચાલી રહી છે.

ગેરકાયદેસર વસવાટ સામે પોલીસની (Ahmedabad Police) કાર્યવાહી તેજ

સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત ઉપક્રમે હાથ ધરવામાં આવેલા આ મિશનમાં શહેરના ચંડોળા તળાવ, ગુલાબનગર, ખોડિયારનગર સહિતના વિસ્તારોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. પોલીસે (Ahmedabad Police) આ વિસ્તારોને કોર્ડન કરી લીધા હતા અને ઉચ્ચ પોલીસ અધિકારીઓના કાફલા સાથે સઘન તલાશી અભિયાન ચલાવ્યું હતું.

મળતી માહિતી અનુસાર, રાત્રિના સમયે શરૂ થયેલી આ કાર્યવાહી દરમિયાન દરેક શંકાસ્પદ સ્થળો, મકાનો અને વસવાટોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી. અટકાયતમાં લેવાયેલા તમામ શંકાસ્પદ વ્યક્તિઓને તાત્કાલિક પોલીસ (Ahmedabad Police) દ્રારા ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે લાવવામાં આવ્યા છે, જ્યાં તેમની ઓળખ, નાગરિકતા, રહેઠાણના પુરાવા અને અન્ય દસ્તાવેજોની વિગતવાર ચકાસણી ચાલુ છે.


આ પણ વાંચો:બાંગ્લાદેશી ઘૂસણખોરોની આદિવાસી વિસ્તારોમાં ખતરનાક ગતિવિધિઓ

આ પણ વાંચો:ઘૂસણખોરો સામે કડક કાર્યવાહી કરવા અને રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવા બદલ હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને અભિનંદન પાઠવ્યા