Ahmedabad News:મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ (Bullet Train) પ્રોજેક્ટના કામમાં તેજી આવી છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ શહેરમાં અનુપમ બ્રિજ પર મેગા કન્સ્ટ્રક્શન કામગીરી માટે 5 રાત સુધી સંપૂર્ણ ટ્રાફિક બંધ રાખવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન (Bullet Train) પ્રોજેક્ટના કામને કારણે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા મહત્વની ટ્રાફિક સૂચના જાહેર કરવામાં આવી છે. જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ 3, 5, 10, 13 અને 14 જૂન 2026ના રોજ અનુપમ બ્રિજ પરથી વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે.
આ પ્રતિબંધ રાત્રે 11:00 વાગ્યાથી સવારે 5:00 વાગ્યા સુધી અમલમાં રહેશે. એટલે કે દરેક દિવસે કુલ 6 કલાક માટે બ્રિજ પર તમામ પ્રકારના વાહનોની અવરજવર પર રોક રહેશે. બુલેટ ટ્રેન (Bullet Train) પ્રોજેક્ટ અંતર્ગત જરૂરી માળખાકીય કામગીરી અને સુરક્ષાના હેતુસર આ નિર્ણય લેવામાં આવ્યો છે.

બુલેટ ટ્રેનના (Bullet Train) કામથી અમદાવાદમાં ટ્રાફિક પર અસર
વાહનચાલકોને આ સમયગાળા દરમિયાન વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને રાત્રિ દરમિયાન મુસાફરી કરતા લોકો, ટ્રાન્સપોર્ટ ઓપરેટરો અને ઇમરજન્સી સેવાઓ સાથે સંકળાયેલા લોકોએ અગાઉથી માર્ગ આયોજન કરી લેવું જરૂરી રહેશે. ટ્રાફિક વિભાગે પણ નાગરિકોને સૂચનાઓનું પાલન કરવા અને અનાવશ્યક અવરજવર ટાળવા અપીલ કરી છે.

સવારે 5 વાગ્યા પછી બ્રિજને ફરીથી વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે, જેથી દિવસના સમયે ટ્રાફિક પર વધુ અસર ન પડે.બુલેટ ટ્રેનના (Bullet Train) રૂટ પર ભારેખમ સ્ટીલ ગર્ડર લોન્ચ કરવાની અત્યંત જોખમી અને ટેકનિકલ કામગીરી આ દરમિયાન હાથ ધરવામાં આવશે. આ કામમાં ક્રેન અને હેવી મશીનરીનો ઉપયોગ થવાનો છે. વાહનચાલકો તેમજ કામગરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ અને વહીવટી તંત્રે આ મેગા બ્લોકની મંજૂરી આપી છે.અનુપમ બ્રિજ અમદાવાદના વ્યસ્ત વિસ્તારોમાંથી એક છે.
આ પણ વાંચો:અમદાવાદમાં સુભાષબ્રિજ નીચેનો રિવરફ્રન્ટ રોડ બંધ, વાહનચાલકો માટે જાહેર થયો નવો ડાયવર્ઝન રૂટ
આ પણ વાંચો:શાસ્ત્રી બ્રિજના સમારકામથી અમદાવાદીઓની મુશ્કેલી વધશે, 2027 સુધી બંધ રહેશે માર્ગ
આ પણ વાંચો:અમદાવાદમાં શાસ્ત્રી બ્રિજ સમારકામ માટે લાંબા સમય માટે બંધ, વાહનચાલકોને અસર
