Vadodara News/ વડોદરાના તાંદલજામાં ANTFનો દરોડો, 4.463 કિલો ગાંજા સાથે બે શખ્સ ઝડપાયા

વડોદરાના તાંદલજાની પત્રકાર કોલોનીમાં ANTFના દરોડામાં બે શખ્સો (Vadodara Ganja Raid) ઝડપાયા. પોલીસએ 4.463 કિલો ગાંજો સહિત રૂ.2.56 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.

Top Stories Gujarat Vadodara Breaking News
Vadodara Ganja Raid: તાંદલજામાં 4.463 કિલો ગાંજા સાથે બે શખ્સ ઝડપાયા

Vadodara News: વડોદરા શહેરના તાંદલજા (Tandalja) વિસ્તારમાં ગાંજાના વેચાણની બાતમીના આધારે ANTF (એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ) વડોદરા (ANTF Vadodara) ઝોનની ટીમે દરોડો (Vadodara Ganja Raid) પાડીને બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પત્રકાર કોલોનીમાં આવેલી મદીના હોટલની ગલીમાં આવેલા આમેના ડુપ્લેક્ષમાંથી 4.463 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાંજો, મોબાઈલ ફોન અને રોકડ સહિત કુલ રૂ.2.56 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Vadodara Ganja Raid: બાતમીના આધારે મદીના હોટલની ગલીમાં દરોડો

ANTFની ટીમ તાંદલજા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી, તે દરમિયાન પત્રકાર કોલોનીમાં ગાંજાનું વેચાણ થતું હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે ટીમે એ/4 આમેના ડુપ્લેક્ષ, મદીના હોટલની ગલીમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન આરોપીઓના ઘરેથી 4.463 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો.

બે આરોપીઓની ધરપકડ, મુદ્દામાલ જપ્ત

આ કાર્યવાહી દરમિયાન પોલીસે મોહમ્મદફૈઝલ અલ્તાફહુસૈન શેખ (ઉં.વ. 26, રહે. બી/60, ઝમઝમ પાર્ક, ફ્રેઝ સ્કૂલ પાસે, તાંદલજા) અને જુબેર નિઝામ પટેલ (ઉં.વ. 34, રહે. એ/4, આમેના ડુપ્લેક્ષ, તાંદલજા)ને ઝડપી પાડ્યા હતા.

પોલીસે બંને પાસેથી રૂ.2.23 લાખની કિંમતનો 4.463 કિલોગ્રામ ગાંજો, રૂ.22 હજારની કિંમતના ત્રણ મોબાઈલ ફોન અને રૂ.11 હજાર રોકડ મળી કુલ રૂ.2.56 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસની વધુ તપાસ જે.પી. રોડ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે.


આ પણ વાંચો: કરજણમાં ઘરઘંટીમાં છુપાવેલો અને બાઇક પર લઈ જવાતો ગાંજો ઝડપાયો, 2 શખ્સ પકડાયા

આ પણ વાંચો: સુરતમાં ડ્રગ્સ સામે મેગા ડ્રાઈવ: 24 કલાકમાં 17 કેસ, 22 આરોપીઝડપાયા; 72 કિલો ગાંજો અને MD ડ્રગ્સ જપ્ત

આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર બેંગકોકથી આવેલા મુસાફર પાસેથી 8.913 કિલો ગાંજો ઝડપાયો, 14 પેકેટમાં છુપાવ્યો હતો જથ્થો