Gujarat Weather:હવામાન વિભાગે ગુજરાતમાં કમોસમી વરસાદની (Unseasonal Rain) આગાહી કરી છે, જેમાં સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ અને અમરેલી અને ભાવનગરમાં વાવાઝોડાની શક્યતા છે.અરવલ્લી, સાબરકાંઠા, નર્મદા, તાપી અને ડાંગમાં વાવાઝોડાની આગાહી છે. રાજ્યમાં મિશ્ર હવામાન રહેશે અને મહત્તમ તાપમાનમાં વધારો થયો છે.
કમોસમી વરસાદથી (Unseasonal Rain) લોકો પરેશાન
વલ્લભ વિદ્યાનગરમાં 37 ડિગ્રી સેલ્સિયસ, અમદાવાદમાં 36.4 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 35.6 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 35.8 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 36 ડિગ્રી સેલ્સિયસ, સુરતમાં 35.5 ડિગ્રી સેલ્સિયસ અને ભાવનગરમાં 36.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે.

પહાડી રાજ્યોમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરી સક્રિય થયા છે,જેમાં કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદની (Unseasonal Rain) આગાહી છે. 26 થી 28 ફેબ્રુઆરી દરમિયાન વરસાદ પડશે. જો 2 અને 3 માર્ચે વરસાદ કે હિમવર્ષા થશે તો ભારતના ઘણા ભાગોમાં તાપમાન વધશે, જેમાં ૩ થી ૫ ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે.

26 ફેબ્રુઆરીએ આંદામાન અને નિકોબારમાં ગાજવીજ સાથે વરસાદ (Unseasonal Rain) પડી શકે છે અને પવનની ગતિ 30 થી 40 કિમી રહેશે અને અરુણાચલ, બંગાળ, સિક્કિમ, કર્ણાટક, કેરળ, પુડુચેરીમાં વરસાદની શક્યતા છે.
આ પણ વાંચો:ગુજરાતમાં પવન સાથે મિશ્ર હવામાન, દિવસે ગરમી, રાત્રે ઠંડીનો અહેસાસ
આ પણ વાંચો:ગુજરાતમાં ભરશિયાળે કમોસમી વરસાદની એન્ટ્રી, હવામાન વિભાગે જાહેર કર્યું યલો અલર્ટ, ખેડૂતોમાં ચિંતા વધી
આ પણ વાંચો:ગુજરાતમાં કાતિલ ઠંડીની એન્ટ્રી! હવામાન વિભાગે કરી બેવડી ઋતુની આગાહી

