Paris Olympics 2024: વિનેશ ફોગટે યુક્રેનની ગોલ્ડ મેડલિસ્ટને હરાવી સેમીફાઈનલમાં કર્યો. ઓલિમ્પિક્સની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં વિનેશ ફોગટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ક્વાર્ટર ફાઈનલ મેચમાં વિનેશ ફોગટે યુક્રેનના ખેલાડી લિવાક ઓક્સાનાને 7-5થી હરાવીને સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી હતી. હવે વિનેશની સેમિફાઇનલ મેચ આજે (6 ઓગસ્ટ) રાત્રે 9:45 કલાકે રમાશે.
VINESH PHOGAT – WHAT A MOMENT 🥶
– She has beaten the best, Unbelievable. 🇮🇳 pic.twitter.com/HA8kmejmgp
— Johns. (@CricCrazyJohns) August 6, 2024
વિનેશ ફોગટે વર્તમાન ઓલિમ્પિક ચેમ્પિયન અને ચાર વખતની વિશ્વ ચેમ્પિયન યુઇ સુસાકીને 50 કિગ્રા વજન વર્ગમાં 3-2 થી હરાવી હતી. આ મેચમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા યુઇ સુસાકી શરૂઆતમાં આગળ હતી, પરંતુ છેલ્લી 15 સેકન્ડમાં વિનેશે મેચનું રૂખ બદલ્યું. મહત્વનું છે કે આ પહેલા, સુસાકીએ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં એક પણ હારનો સામનો કરવો પડ્યો નથી, એવું માનવામાં આવતું હતું કે વિનેશ માટે પ્રથમ રાઉન્ડ પાર કરવો મુશ્કેલ હશે, કારણ કે તે જાપાની ખેલાડી સામે સ્પર્ધા કરી રહી હતી, જેણે જીત મેળવી હતી. ટોક્યો ગેમ્સમાં એક પણ પોઈન્ટ ગુમાવ્યા વગર ગોલ્ડ મેડલ જીત્યો. પરંતુ વિનેશે અદ્ભુત હિંમત બતાવી અને આખી મેચને પલટવી દીધી.
વિનેશ તેની ત્રીજી ઓલિમ્પિક રમી રહી છે પરંતુ તે 50 કિગ્રામાં પ્રથમ વખત પડકારરૂપ છે. પહેલા તે 53 કિગ્રામાં રમતી હતી. વિનેશે મહિલાઓની 50 કિગ્રા રાઉન્ડ ઓફ 16 જીતી લીધી છે, હવે તે સુપર-8 અને સેમિફાઇનલ પણ રમશે.
વિનેશ ફોગાટનું અત્યાર સુધીનું પ્રદર્શન
વિશ્વ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ વિજેતા અને કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ અને એશિયન ચેમ્પિયનશીપની ગોલ્ડ મેડલ વિજેતા છે, વિનેશ ઈતિહાસની સૌથી સફળ ભારતીય કુસ્તીબાજોમાંની એક છે, પરંતુ ઓલિમ્પિક ગેમ્સમાં તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે.
આ પણ વાંચો:પુરૂષો સામે મહિલાઓની નગ્ન પરેડ, સેક્સ ટેસ્ટ… ઓલિમ્પિકમાં મહિલાઓએ આપવા પડે છે આવા ટેસ્ટ
આ પણ વાંચો: જ્વેલિન થ્રોઅર વિજેતા નીરજ ચોપરાનો પેરિસ ઓલિમ્પિકમાં ફાઈનલમાં પ્રવેશ
