એડિલેડ,
એડિલેડના ઓવલ ગ્રાઉન્ડ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ રમાઈ રહી છે. મેચના પહેલા દિવસના અંતે ભારતીય ટીમે ૯ વિકેટના નુકશાને ૨૫૦ રન બનાવી લીધા છે. ભારત તરફથી માત્ર ચેતેશ્વર પુજારાએ શાનદાર સદી ફટકારતા સદી ફટકારી હતી.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતની શરૂઆત ખરાબ રહી હતી. ટીમ ઇન્ડિયાએ માત્ર ૪૧ રનમાં જ ૪ વિકેટ ગુમાવી દીધી હતી. આ દરમિયાન ઓપનર બેટ્સમેન કે એલ રાહુલ ૨ રન, મુરલી વિજય ૧૧ રન બનાવી આઉટ થયા હતા.
Incredible from @Uz_Khawaja! #AUSvIND | @bet365_aus pic.twitter.com/eLgBLnQssM
— cricket.com.au (@cricketcomau) December 6, 2018
જો કે ત્યારબાદ કેપ્ટન વિરાટ કોહલી મેદાનમાં આવ્યો હતો. આ સમયે મેદાનમાં માત્ર કોહલીની ચર્ચા થઇ રહી કે તેઓ એડિલેડમાં પોતાના બેટ દ્વારા કોઈ જાદુ બતાવશે.
પહેલી ટેસ્ટમાં કોહલી ૩ રન સુધી જ પહોચ્યો હતો, ત્યારે કાંગારું ઝડપી બોલર પેટ કમિન્સની ૧૧મી ઓવરના ત્રીજા જ બોલે સ્લિપમાં કેચ ગયો હતો. પરંતુ આ સમયે સ્લિપ ફિલ્ડમાં ઉભેલા ઉસ્માન ખ્વાજાએ જે પ્રમાણે કેચ પકડ્યો હતો તે જોઇને વિરાટ કોહલી સહિત સ્ટેડિયમમાં ઉપસ્થિત તમામ દર્શકો પણ હેરાન થઇ ગયા હતા.
