How to Lower Electricity Bill: ઉનાળાની ઋતુમાં ઘરની અંદર સૌથી વધુ અને સતત વપરાતી કોઈ ઈલેક્ટ્રોનિક વસ્તુ હોય તો તે ફ્રીજ (Refrigerator) છે. ઠંડુ પાણી, ફ્રૂટ્સ, શાકભાજી તાજા રાખવા કે વધેલું ભોજન બગડતું અટકાવવા માટે ફ્રીજ આશીર્વાદ સમાન છે. પરંતુ, મોટાભાગના લોકોને એ નથી ખબર હોતી કે ફ્રીજને ઘરમાં રાખવાની સાચી જગ્યા કઈ છે. ઘણીવાર જગ્યા બચાવવાના ચક્કરમાં આપણે ફ્રીજને દીવાલની એકદમ અડાડીને કે રસોડાના સાંકડા ખૂણામાં ગોઠવી દઈએ છીએ. આ નાની ભૂલના કારણે લાઈટબિલ મોટું આવે છે અને ફ્રીજની આવરદા (ઉંમર) પણ ઘટી જાય છે.
ફ્રીજને દીવાલથી અડાડીને કેમ ન રાખવું જોઈએ?
ફ્રીજની(Refrigerator) પાછળના ભાગમાં એક મહત્વનો હિસ્સો હોય છે, જેને ‘કન્ડેન્સર કોઈલ’ (Condenser Coil) કહેવામાં આવે છે. આ કોઈલનું મુખ્ય કામ ફ્રીજની અંદર પેદા થતી ગરમીને બહાર ફેંકવાનું છે. ફ્રીજ જ્યારે સતત ચાલતું હોય ત્યારે તેની પાછળથી ગરમ હવા બહાર નીકળે છે. જો ફ્રીજ દીવાલ સાથે એકદમ અડેલું હશે, તો આ ગરમ હવાને બહાર નીકળવા માટે પૂરતી જગ્યા (Ventilation) નહીં મળે.
આવી સ્થિતિમાં ફ્રીજના કમ્પ્રેસર પર વધારાનું પ્રેશર આવે છે અને અંદર ઠંડક જાળવી રાખવા માટે તેને બમણી મહેનત કરવી પડે છે. પરિણામે, વીજળીનો વપરાશ ખૂબ વધી જાય છે અને લાંબા ગાળે ફ્રીજ(Refrigerator) વહેલું ખરાબ થવાની શક્યતા વધી જાય છે.
Refrigerator અને દીવાલ વચ્ચે કેટલો ગેપ રાખવો?
ઈલેક્ટ્રિકલ ઉપકરણોના નિષ્ણાતોના મતે, ફ્રીજની આસપાસ હવાની અવરજવર માટે ચોક્કસ જગ્યા છોડવી અનિવાર્ય છે:
પાછળનો ભાગ: ફ્રીજની પાછળની બાજુ અને દીવાલ વચ્ચે ઓછામાં ઓછો 6 થી 10 ઈંચનો ગેપ રાખવો જોઈએ.
જો ફ્રીજની ઉપર કોઈ કેબિનેટ, શેલ્ફ કે માળિયું બનાવેલું હોય, તો ત્યાં પણ ઉપરની તરફ 10 થી 12 ઈંચ જગ્યા ખાલી રાખવી.
ફ્રીજની બંને બાજુએ પણ 1 થી 2 ઈંચની જગ્યા રાખવી જરૂરી છે, જેથી ગરમ હવાનું સર્ક્યુલેશન યોગ્ય રીતે થઈ શકે અને મશીન પર લોડ ન પડે.
લાઈટબિલ બચાવવા અને ફ્રીજને સુરક્ષિત રાખવા આટલું ધ્યાન રાખો
ફ્રીજને ક્યારેય રસોડાની બારી પાસે (જ્યાં સીધો તડકો આવતો હોય) અથવા ગેસ સ્ટવ (ચૂલા) ની બિલકુલ નજીક ન ગોઠવવું જોઈએ. આ જગ્યાઓ પર પહેલેથી જ તાપમાન વધુ હોવાથી ફ્રીજને અંદર ઠંડક કરવા માટે વધુ વીજળી વાપરવી પડે છે.
વગર કામે વારંવાર ફ્રીજનો દરવાજો ખોલવાથી અંદરની ઠંડી હવા બહાર નીકળી જાય છે અને બહારની ગરમ હવા અંદર પ્રવેશે છે. ફ્રીજને આ તાપમાન ફરીથી લો કરવા માટે કમ્પ્રેસર પર દબાણ લાવવું પડે છે, જે લાઈટબિલ વધારે છે.
ઉકળતું દૂધ, ગરમ ચા કે ગરમાગરમ રસોઈ ક્યારેય સીધી ફ્રીજમાં(Refrigerator) ન મૂકવી જોઈએ. પહેલા અન્ન કે દૂધને બહાર રાખીને તેનું તાપમાન નોર્મલ (રૂમ ટેમ્પરેચર) થવા દો, ત્યારબાદ જ તેને ફ્રીજમાં(Refrigerator) સ્ટોર કરો. ગરમ વસ્તુ અંદર મૂકવાથી ફ્રીજનું(Refrigerator) તાપમાન અચાનક વધી જાય છે અને તેને ઠંડુ કરવા મશીનને વધારે કામ કરવું પડે છે.
આ પણ વાંચો:સવારે જાગતા જ ગરદન-પીઠમાં થાય છે દુખાવો? તમારી ઊંઘવાની આ ભૂલ હોઈ શકે છે જવાબદાર



