Lifestyle : ડ્રાયફ્રુટ્સ ખાવું એ સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. એનાથી તમારા શરીરને જરૂરી પોષણ મળી રહે છે. ડ્રાયફ્રુટ્સ વિટામિન, મિનરલ અને હૅલ્ધી ફૅટ્સથી ભરપૂર હોય છે. ડ્રાયફ્રુટ્સ ખાવાથી શરીરને એન્ટિઑક્સિડન્ટ્સ મળે છે, પરિણામે બિમારીઓ દૂર રહે છે અને એ વયવૃધ્ધિની પ્રક્રિયાને ધીમી કરવામાં પણ સહાયભૂત થાય છે. ખાસ કરીને, અખરોટ અને બદામ સ્વાસ્થ્ય માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે. અખરોટ શરીરના કેટલાક અંગો માટે ખૂબ જ ફાયદાકારક છે. હૃદય અને મગજને મજબૂત બનાવવામાં અખરોટ નિ:શંકપણે મદદ કરે છે. તો ચાલો જાણીએ, અખરોટ કયા અંગ માટે ફાયદાકારક હોય છે તથા એને ખાવાની સાચી રીત કઇ છે?
અખરોટ શરીરના કયા અંગ માટે સારા હોય છે?
અખરોટ ઑમેગા-3 ફેટી ઍસિડ ધરાવે છે, જે હૃદયરોગોનું જોખમ ઓછું કરવા માટે અકસીર છે. અખરોટમાં મળી આવતા એન્ટિઑક્સિડન્ટ્સ તથા ઑમેગા ફેટી ઍસિડ મગજના વિકાસ માટે પણ કમાલના સાબિત થાય છે. ફાઇબરથી ભરપૂર હોવાને લીધે અખરોટને પેટ માટે પણ લાભદાયક માનવામાં આવે છે. એમાં કૅલ્શિયમ અને મૅગ્નેશિયમ હોય છે જે હાડકાંને મજબૂતી બક્ષવાનું કાર્ય કરે છે તથા એનાથી શરીરમાં વધતા સોજા પણ ઓછા થાય છે.
અખરોટ ખાવાની સાચી રીત
અખરોટને સૂકા મેવાના સ્વરૂપમાં તો ખાઇ જ શકાય છે, પરંતુ પાણીમાં પલાળીને ખાવાથી તેના વધુ લાભ મેળવી શકાય છે. 2-3 અખરોટને આખી રાત પાણીમાં પલાળીને રાખો અને સવારે નરણા કોઠે રાતભર ભીંજવેલા અખરોટ ખાઓ. આ રીતે અખરોટને ખાવાથી શરીરને અત્યંત ફાયદો થાય છે.
આ પણ વાંચો:આ 5 ખોરાક ખાવાથી તમે અજાણતાં તણાવમાં વધારો કરો છો, જોણો ક્યા છે આ ખોરાક
આ પણ વાંચો:ચિયા બીજ ખાતી વખતે સાવધાન થઈ જજો સાવધાન, કારણ જાણી ચોંકી જશો!
આ પણ વાંચો: આ 5 ખોરાક ખાવાથી તમે અજાણતાં તણાવમાં વધારો કરો છો, જોણો ક્યા છે આ ખોરાક
