અમેરિકામાં એક મહિલાનું નસીબ આશ્ચર્યજનક રીતે ચમકી ગયું છે. ક્ષણભરમાં આ મહિલા કરોડપતિ બની ગઈ છે.
વેનેસા વાર્ડ નામની આ મહિલા કોબીજ લેવા ઘરથી નીકળી હતી અને દોઢ કરોડ રૂપિયા લઈને ઘરે પાછી ફરી હતી.રસ્તામાં વેનેસાએ રસ્તામાંથી લોટરીની ટીકીટ ખરીદી હતી જે તે જીતી ગઈ હતી.
વેનેસાએ કહ્યું કે તેના પતિએ તેને કોબીજ લાવવા માટે બહાર મોકલી હતી. તેણે રસ્તામાં એક લોટરીની ટીકીટ પણ ખરીદી હતી.જેવી તે ઘરે આઈ તેણે ટીકીટ સ્ક્રેચ કરીને જોયું કે તે સૌથી વધારે રકમ જીતી છે.
આ લોટરીથી તેણે ૨,૨૫,૦૦૦ ડોલર જીત્યા હતા.
લોટરીમાં જીતેલા પૈસા વિશે વેનેસાએ કહ્યું કે તે આ રૂપિયા તેના રીટાયર્ડમેન્ટ માટે બચાવીને રાખશે. વેનેસાનું સપનું હતું કે તે ડીઝની વર્લ્ડ ફરવા જાય. જે આ લોટરીના લીધે ચોક્કસથી પૂરું થશે.
