Not Set/ અસમ : સિલચર-ત્રિવેંન્દ્રમ એક્સપ્રેસનાં 3 ડબ્બામાં લાગી અચાનક આગ

ઉનાળાની ઋતુ ચાલી રહી છે, ત્યારે આગનાં સમાચાર આવે તે ઘણીવાર સામાન્ય બની જાય છે. સવારે આસામનાં સિલચર રેલ્વે સ્ટેશનમાં ટ્રેનમાં અચાનક આગ લાગી ગઇ હતી. આ દુર્ઘટનામાં 3 કોચમાં આગ લાગી ગઇ હતી. Assam: Fire broke out in 3 coaches of Silchar-Trivandrum Express at Silchar Railway Station this morning pic.twitter.com/FjQLG4bp5I — ANI (@ANI) June […]

Top Stories India

ઉનાળાની ઋતુ ચાલી રહી છે, ત્યારે આગનાં સમાચાર આવે તે ઘણીવાર સામાન્ય બની જાય છે. સવારે આસામનાં સિલચર રેલ્વે સ્ટેશનમાં ટ્રેનમાં અચાનક આગ લાગી ગઇ હતી. આ દુર્ઘટનામાં 3 કોચમાં આગ લાગી ગઇ હતી.

આગ એટલી તીવ્ર હતી કે ગાડીમાંથી ધુમાડો નિકળવાનું શરૂ થઇ ગયુ હતુ. જો કે કોઇ માલ-સામાનનાં નુકસાનનાં કોઈ સમાચાર નથી. લોકોનાં જણાવ્યા અનુસાર, ટ્રેનનાં પહેલા એક ડબ્બામાં આગ લાગી અને બાદમાં તે અન્ય ડબ્બામાં ફેલાઇ હતી. આ ઘટનાની જાણ થયાનાં તુરંત બાદ સિલચર ફાયર સર્વિસ અને એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે દોડી આવી અને આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન શરૂ કર્યો. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે, જ્યા સુધી આગ સંપૂર્ણ રીતે શાંત નહી થાય ત્યા સુધી વિસ્તૃત તપાસ કરવી મુશ્કિલ છે. જો કે રાહતની વાત એ છે કે, આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી.