Not Set/ તમિલનાડુમાં હિન્દીનો વિરોધ ચરમસીમાએ, હિન્દી લખાણ પર ચીતરાયો કાળો રંગ

તમિલનાડુમાં હિન્દી ભાષાને લઇને વિરોધ શરૂ થઇ ગયો છે. તમિલનાડુનાં ત્રિચી જિલ્લામાં અમુક અજાણ્યા અસામાજીક તત્વોએ સરકારી ઓફિસમાં હિન્દી લખેલા નામો પર કાળો પેઇન્ટ કરી દીધો છે. ત્રીચી જિલ્લામાં BHEL, BSNL અને પોસ્ટ વિભાગ અને રેલ્વે સ્ટેશનની ઓફિસ છે જ્યા બોર્ડ પર હિન્દી, અંગ્રેજી અને તમિલ ભાષામાં નામ અને સરનામું લખાયેલુ હતુ. શનિવારે લોકો ત્યારે […]

Top Stories India

તમિલનાડુમાં હિન્દી ભાષાને લઇને વિરોધ શરૂ થઇ ગયો છે. તમિલનાડુનાં ત્રિચી જિલ્લામાં અમુક અજાણ્યા અસામાજીક તત્વોએ સરકારી ઓફિસમાં હિન્દી લખેલા નામો પર કાળો પેઇન્ટ કરી દીધો છે. ત્રીચી જિલ્લામાં BHEL, BSNL અને પોસ્ટ વિભાગ અને રેલ્વે સ્ટેશનની ઓફિસ છે જ્યા બોર્ડ પર હિન્દી, અંગ્રેજી અને તમિલ ભાષામાં નામ અને સરનામું લખાયેલુ હતુ. શનિવારે લોકો ત્યારે હેરાન થઇ ગયા કે જ્યારે બીએસએનએલ ગ્રાહક સેવા કેન્દ્ર પર હિન્દીનાં અક્ષરો પર કાળો પેઇન્ટ જોયો. થોડો સમય બાદ ખબર પડી કે આવી જ હરકત પોસ્ટ ઓફિસ પર કરવામાં આવી છે.

તમિલનાડુનાં તિરુચિરાપલ્લીમાં બીએસએનએલ હવે એરપોર્ટ સહિત કેન્દ્ર સરકારનાં કાર્યાલયોમાં લાગેલી નામની પટ્ટિકાઓ પર લખેલા હિંદી નામો પર કાળા કુચડા મારવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે, આ કેસ શનિવારે સવારે પ્રકાશમાં આવ્યો. તેમણે જણાવ્યું કે, આ બોર્ડો પર અંગ્રેજીનાં શબ્દોને વિરુપિત નથી કરવામાં આવ્યા. આ ઘટના હવે કેન્દ્ર દ્વારા પ્રસ્તાવિત ત્રણ ભાષાની ફોર્મ્યુલા મુદ્દે પેદા થયેલ વિવાદની પૃષ્ટભુમિમાં થઇ છે.

રાજ્યનાં વિપક્ષી દળોએ કેન્દ્રનાં આ પગલાને રાજ્ય પર હિંદી થોપવાનો પ્રયાસ ગણાવ્યો હતો. મુખ્ય વિપક્ષી દળ દ્રમુક અને અન્યએ આ પગલાનો પુરજોર વિરોધ કરતા કહ્યું હતું કે, માત્ર બે ભાષાઓની ફોર્મ્યુલા જ ચાલુ રાખવી જોઇએ.

પોલીસે ચેતવણી ઉચ્ચારી છે કે નામ પટ્ટિકાઓને વિરુપિત કરનારા વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. તમિલનાડુમાં 60નાં દશકમાં હિંદી વિરોધમાં એક આંદોલન ચલાવવામાં આવ્યું હતું. ત્યારે પણ આ જ પ્રકારની સ્થિતી સર્જાઇ હતી. જે હાલમાં સર્જાઇ રહી છે.