Haridwar News/ હરિદ્વારમાં કાળજું કંપાવતી ઘટના, પિતાને મળવા દોડેલી માસૂમનું પિતાના જ વાહન નીચે મોત

Haridwar Father Daughter Accident: હરિદ્વારમાં પિતાના જ લોડિંગ વાહન નીચે આવી જવાથી 3 વર્ષની માસૂમ બાળકીનું કરૂણ મોત નીપજ્યું છે

NATIONAL India Trending
Accident

Haridwar Father Daughter Accident: ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લાના ઝબરેડા વિસ્તારમાંથી એક અત્યંત ગમખ્વાર અને હૃદય ચીરી નાખે તેવી ઘટના સામે આવી છે. અહીં એક પિતાના હાથે જ અજાણતા પોતાની વ્હાલસોયી દીકરીનું મોત નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. કામ પરથી ઘરે પરત ફરેલા પિતાને મળવા માટે ઉત્સાહમાં દોડેલી 3 વર્ષની માસૂમ દીકરી પિતાના જ લોડિંગ વાહન નીચે કચડાઈ ગઈ હતી.

પિતાને મળવાનો ઉત્સાહ કાળ બનીને આવ્યો

Haridwar Father Daughter Accident ની હચમચાવી દેતી વિગતો મુજબ, ઝબરેડામાં રહેતા રવિ કુમાર વ્યવસાયે લોડિંગ વાહન ચલાવે છે. સોમવારે રાત્રે આશરે 8 વાગ્યે જ્યારે તેઓ કામ પતાવીને ઘરે આવ્યા અને આંગણામાં ગાડી પાર્ક કરી રહ્યા હતા, ત્યારે તેમની 3 વર્ષની દીકરી નીલમ પિતાને મળવા દોડી હતી. ગાડી રિવર્સ લેતી વખતે અંધારું હોવાના કારણે રવિ કુમારને ખ્યાલ રહ્યો નહોતો કે તેમની દીકરી ગાડીની પાછળ ઉભી છે.

પરિવારમાં માતમ, પિતાની હાલત ગંભીર

માસૂમ નીલમ ગાડીના ટાયર નીચે આવી જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. પોતાની જ ભૂલ અને બેદરકારીને કારણે ફૂલ જેવી દીકરી ગુમાવનાર પિતા રવિ કુમારની હાલત અત્યંત ગંભીર છે. સમગ્ર ગામ આ ઘટનાથી શોકમાં ડૂબી ગયું છે. રવિ કુમારને બે દીકરીઓ હતી, જેમાં નીલમ નાની હતી અને પિતાની ખૂબ વ્હાલી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં અકસ્માત : કતારગામમાં ‘રોંગ સાઇડ રાજુ’એ હીરા કારખાનેદારનો ભોગ લીધો

આ પણ વાંચો: વડોદરા એરપોર્ટ સર્કલ પાસે ભયાનક અકસ્માત, એક વૃદ્ધનું ઘટનાસ્થળે મોત

આ પણ વાંચો: નવસારી જિલ્લાના ગણદેવી રોડ પર ST બસને નડ્યો અકસ્માત