Amreli News/ અમરેલીમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના,ગજેરા સંકુલ વિવાદમાં નિયામક ગીરીશ ભીમાણીની હકાલપટ્ટી

અમરેલીના ગજેરા શૈક્ષણિક સંકુલમાં વિદ્યાર્થિનીઓ સાથે છેડતી (Harassment)ના આરોપ બાદ નિયામક ગીરીશ ભીમાણીની હકાલપટ્ટી કરવામાં આવી.

Top Stories Gujarat Breaking News
Harassment

Amreli News:દીકરીઓની સુરક્ષા અને સ્ત્રી સશક્તિકરણના મોટા દાવા કરતા શિક્ષણ ક્ષેત્રમાં એક એવી ઘટના સામે આવી છે જેણે આખા ગુજરાતના શિક્ષણ જગતને શર્મસાર કરી દીધું છે. અમરેલીના પ્રખ્યાત શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ (ગજેરા સંકુલ)માં નિયામક તરીકે ફરજ બજાવતા ગીરીશ ભીમાણી પર વિદ્યાર્થિનીઓ સાથે છેડતી (Harassment)ના ગંભીર આરોપો લાગ્યા બાદ તેમની હકાલપટ્ટી કરવામાં આવી છે.આ સંકુલ, જે મુખ્યત્વે છોકરીઓના શિક્ષણ માટે સમર્પિત છે અને શ્રી અમરેલી જિલ્લા લેવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ-સુરત દ્વારા સંચાલિત છે, તેમાં હજારો વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે. આ સંસ્થા સ્ત્રી સશક્તિકરણ અને ગ્રામીણ વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાના નારા સાથે જાણીતી છે. પરંતુ આ ઘટનાએ તેની વિશ્વસનીયતા પર જ નહીં, પરંતુ આખા શિક્ષણ વ્યવસ્થા પર પણ સવાલ ઉભા કર્યા છે.

વિદ્યાર્થિનીઓ સાથે છેડતી (Harassment)ના આરોપો

સૂત્રો અનુસાર, ગીરીશ ભીમાણી પર આબુ ટુર (શૈક્ષણિક પ્રવાસ) દરમિયાન વિદ્યાર્થિનીઓ સાથે અયોગ્ય વર્તન (Harassment) અને છેડતી (Harassment)ના ગંભીર આરોપ લાગ્યા હતા. આ ઘટના સામે આવતાં સંકુલના વહીવટી તંત્રે તાત્કાલિક કાર્યવાહી કરીને તેમને હકાલપટ્ટી (બરતરફ) કરી દીધા છે. ભીમાણી પૂર્વમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પદ પણ ભૂષવી ચૂક્યા છે, જેના કારણે આ મામલો વધુ ગંભીર બન્યો છે.

પૂર્વ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ અને અમરેલીના જાણીતા નેતા જેની ઠુમ્મરએ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી છે. તેમણે કહ્યું કે, “સ્ત્રી સશક્તિકરણ અને દીકરીઓની સુરક્ષાના પોકળ દાવા વચ્ચે આવી કલંકિત ઘટના શિક્ષણ જગત માટે શરમનું કારણ છે. આ માત્ર એક વ્યક્તિની ભૂલ નથી, પરંતુ સંસ્થાકીય જવાબદારીનો પણ સવાલ છે.”જેની ઠુમ્મરે શિક્ષણ મંત્રીને સીધો સંદેશ આપ્યો છે કે, “આવી ઘટનાઓ સામે સરકાર અને સંબંધિત વિભાગોએ જાગવું જોઈએ. દીકરીઓની સુરક્ષા માટે કડક કાર્યવાહી થવી જોઈએ, જેથી આવનારા સમયમાં કોઈ પણ સંસ્થા આવા કૃત્યને આશ્રય ન આપી શકે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતના કાપોદ્રામાં સગીરાની છેડતી,ચપ્પાની અણીએ કર્યું અપહરણ