Not Set/ રાહુલને ‘ચોકીદાર ચોર હૈ’ નિવેદન પડી રહ્યું છે ભારે, સુપ્રીમે ફટકારી નોટિસ

 નવી દિલ્હી, એક તરફ દેશમાં લોકસભા ચૂંટણીના ત્રીજા ચરણનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે બીજી તરફ રાહુલ ગાંધીની મુશ્કેલીઓ જાણે કે ઓછું થવાનું નામ જ નથી લઇ રહી. સુપ્રીમ કોર્ટે આજે રાહુલ ગાંધીને તેના ‘ચોકીદાર ચોર હૈ’ ના નિવેદન પર નોટિસ ફટકારી છે. આ અંગે વધુ સુનાવણી 30 એપ્રિલના રોજ હાથ ધરાશે. ભાજપના સાંસદ મીનાક્ષી […]

Top Stories

 નવી દિલ્હી,

એક તરફ દેશમાં લોકસભા ચૂંટણીના ત્રીજા ચરણનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે બીજી તરફ રાહુલ ગાંધીની મુશ્કેલીઓ જાણે કે ઓછું થવાનું નામ જ નથી લઇ રહી. સુપ્રીમ કોર્ટે આજે રાહુલ ગાંધીને તેના ‘ચોકીદાર ચોર હૈ’ ના નિવેદન પર નોટિસ ફટકારી છે. આ અંગે વધુ સુનાવણી 30 એપ્રિલના રોજ હાથ ધરાશે. ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ રાહુલના નિવેદન વિરુદ્વ દાખલ કરેલી અરજી પર સુપ્રીમે આજે સુનાવણી કરી હતી. સુપ્રીમમાં 30 એપ્રિલના રોજ રાહુલના નિવેદન વિરુદ્વની અરજી ઉપરાંત રાફેલ પર થયેલી પિટિશનમાં પણ સુનાવણી હાથ ધરવામાં આવશે.

અરજીકર્તાના વકીલ મુકુલ રોહતગીએ દલીલમાં કહ્યું હતું કે રાહુલ ગાંધીએ સુપ્રીમના આદેશને વાંચ્યા વગર પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્વ નિવેદન આપ્યું હોવા છતાં તેઓએ સુપ્રીમમાં માફી નથી માંગી.

રાહુલ ગાંધી તરફથી હાજર રહેલા વીકલ અભિષેક મનુ સિંધવીએ દલીલ કરતા કહ્યું હતું કે કોર્ટના હવાલે ચોકિદાર ચોર હૈ કહેવા પર ખેદ છે. સિંધવીએ રાહુલના બચવામાં તેને વિનમ્ર અને ઇમાનદાર વ્યક્તિ કહ્યું હતું. તેઓની ભૂલ માટે ખેદ વ્યક્ત કર્યા બાદ કોર્ટને આ મામલો બંધ કરવા માટે અપીલ કરી હતી. જણાવી દઇએ કે અગાઉ સુપ્રીમે રાહુલ પાસે સ્પષ્ટીકરણ માંગ્યું હતું પરંતુ હવે તેના વિરુદ્વ નોટિસ ફટકારી છે.