નવી દિલ્હી,
એક તરફ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે બીજી તરફ બોલિવૂડના લોકપ્રિય અભિનેતા સની દેઓલ આજે અનેક અટકળો વચ્ચે સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા છે. સની દેઓલ સીનિયર નેતા નિર્મલા સીતારમણ અને પિયૂષ ગોયલની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા હતા. સની દેઓલ ભાજપમાં જોડાયા છે ત્યારે સૂત્રો અનુસાર તેઓ પંજાબની ગુરદાસપુર બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતરે તેવી શક્યતા હાલ સેવાઇ રહી છે. જણાવી દઇએ કે કેટલાક દિવસ અગાઉ સની દેઓલે ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે પૂણે એરપોર્ટ પર મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદથી જ તેઓના ભાજપમાં જોડાવા અંગેના વાતો પણ ચર્ચાનો દોર જામ્યો હતો. નિર્મલા સીતારમણે તેની ફિલ્મોનો ઉલ્લેખ કર્યા બાદ તેની છબી રાષ્ટ્રવાદના પ્રતિક તરીકે રહેલી છે.
Delhi: Actor Sunny Deol joins Bharatiya Janata Party in presence of Union Ministers Piyush Goyal and Nirmala Sitharaman pic.twitter.com/QgXwv5OrBI
— ANI (@ANI) April 23, 2019
નોંધનીય છે કે પંજાબમાં બીજેપી-શિરોમણી અકાલી દળ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી રહી છે અને સૂત્રો અનુસાર સની દેઓલને ગુરદાસપૂરથી ચૂંટણી મેદાનમાં ઉતારાય તેવી શક્યતા છે. સની દેઓલની માતા હેમા માલિની સિવયા તેના પિતા ધર્મેન્દ્ર પણ 2004 ના વર્ષમા રાજસ્થાનની બિકાનેર બેઠકને સાંસદ રહી ચૂક્યા છે.
