Botad News/ બોટાદમાં માનવતા શરમાઈ! સળગેલા કચરામાંથી નવજાત શિશુનો મૃતદેહ મળ્યો

Newborn Body Case: બોટાદના કાદર શેઠની વાડી વિસ્તારમાં કચરાના ઢગલામાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. પોલીસે ફોરેન્સિક તપાસ શરૂ કરી છે..વધુ વાંચો

Top Stories Gujarat Others
Newborn Body Case કચરાના ઢગલામાં મૃતદેહ મળતા ચકચાર

Botad News: બોટાદ શહેરના કાદર શેઠની વાડી વિસ્તારમાં માનવતાને ઝંઝોળી નાખે તેવી ઘટના સામે આવી છે. કચરાના ઢગલામાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી (Newborn Body Case) આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.

Newborn Body Case: ધુમાડો અને ગંધ આવતા સ્થાનિકોએ કરી જાણ

ગુરુવારે સવારે આશરે 8 વાગ્યાના સમયે સ્થાનિક લોકોને કચરાના ઢગલામાંથી ધુમાડો અને સળગવાની ગંધ આવતાં શંકા ગઈ હતી. નજીક જઈ તપાસ કરતા કચરાના ઢગલામાં નવજાત શિશુનો મૃતદેહ જોવા મળ્યો હતો. આ દૃશ્ય જોઈ સ્થાનિકો સ્તબ્ધ બની ગયા હતા.

Newborn Body Case કચરાના ઢગલામાં મૃતદેહ મળતા ચકચાર

પોલીસ અને ફોરેન્સિક ટીમે પુરાવા એકત્ર કર્યા

ઘટનાની માહિતી મળતાં જ બોટાદ પોલીસ (Botad Police) ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સ્થળનું પંચનામું કરી ફોરેન્સિક તપાસ માટે જરૂરી નમૂનાઓ એકત્ર કર્યા હતા. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. હાલ સમગ્ર ઘટનાની વૈજ્ઞાનિક અને કાયદેસરની તપાસ ચાલી રહી છે.

CCTV અને અન્ય પુરાવાના આધારે તપાસ

Newborn Body Case કચરાના ઢગલામાં મૃતદેહ મળતા ચકચાર

પોલીસ આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ, સ્થાનિક લોકોના નિવેદનો અને અન્ય ઉપલબ્ધ પુરાવાના આધારે તપાસ કરી રહી છે. નવજાત શિશુની ઓળખ તેમજ ઘટનામાં સંડોવાયેલા વ્યક્તિઓ સુધી પહોંચવા માટે વિવિધ દિશામાં તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

DYSPએ શું કહ્યું?

DYSP મહર્ષિ રાવલે જણાવ્યું કે કાદર શેઠની વાડી વિસ્તારમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળ્યો છે. સ્થળ પરથી ફોરેન્સિક પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે અને પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની વધુ તપાસ બોટાદ ટાઉન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

સ્થાનિકોમાં રોષ

સ્થાનિક રહેવાસીઓએ આ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી જવાબદાર વ્યક્તિ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે. સ્થાનિક હર્ષદ મકવાણાએ જણાવ્યું કે સવારમાં કચરો નાખવા આવેલા લોકોને ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. તેમણે દોષિતને ઝડપીને કડક સજા કરવાની માંગ કરી છે.


આ પણ વાંચો: હળવદના ટિકર રણની ઢસી નજીક ત્યજી દેવાયલ નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો

આ પણ વાંચો: અમદાવાદ: બાવળા-બગોદરા રોડ પર ગુટખાના થેલામાંથી નવજાત બાળકનો મળ્યો મૃતદેહ

આ પણ વાંચો: ગોંડલમાંથી શ્વાને ફાડી ખાધેલ નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર