Gujarat News: ગુજરાત સરકાર દ્વારા એનાલોગ પનીર પર રાજ્યવ્યાપી પ્રતિબંધ જાહેર થયા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પણ એક્શનમાં આવ્યું છે. કોર્પોરેશનની હેલ્થ વિભાગની ટીમે નરોડા વિસ્તારમાં વિવિધ ડેરી, ફૂડ યુનિટ અને વેપારી એકમોમાં સઘન ચેકિંગ હાથ ધરી પ્રતિબંધિત (Ahmedabad AMC Raid) ઉત્પાદનોનું વેચાણ થઈ રહ્યું છે કે નહીં તેની તપાસ શરૂ કરી છે.
મંતવ્ય ન્યૂઝના મંચ પરથી ઉઠેલો સવાલ, સરકારે લીધો ઐતિહાસિક નિર્ણય
પત્રકારત્વ માત્ર સમાચાર બતાવવા પૂરતું નથી, પરંતુ સમાજના હિતના મુદ્દાઓને જવાબદાર તંત્ર સુધી પહોંચાડવાનું પણ એક મહત્વપૂર્ણ માધ્યમ છે. મંતવ્ય ન્યૂઝના હેલ્થ લીડરશીપ કોન્ક્લેવમાં ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં એનાલોગ પનીરના વધતા ઉપયોગ અને તેના કારણે લોકોના સ્વાસ્થ્ય પર પડતા સંભવિત જોખમનો મુદ્દો ગંભીરતાથી ઉઠાવવામાં આવ્યો હતો. કોન્ક્લેવ દરમિયાન આરોગ્ય મંત્રીએ આ મુદ્દે યોગ્ય નિર્ણય લેવાનો ભરોસો વ્યક્ત કર્યો હતો.
Ahmedabad AMC Raid: શંકાસ્પદ ચીઝ અને પનીરના સેમ્પલ લેવાયા

દરોડા દરમિયાન અધિકારીઓએ શંકાસ્પદ ચીઝ અને પનીરના વિવિધ (AMC Analog Paneer Checking) સેમ્પલ એકત્ર કર્યા છે. આ સેમ્પલ એનાલોગ પનીર છે કે ધોરણ મુજબનું અસલી ડેરી ઉત્પાદન છે તેની વૈજ્ઞાનિક તપાસ માટે સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવશે.
લેબોરેટરી રિપોર્ટ બાદ થશે આગળની કાર્યવાહી
હેલ્થ વિભાગના (Health Team) અધિકારીઓના જણાવ્યા અનુસાર, લેબોરેટરીમાંથી મળનારા રિપોર્ટના આધારે ઉત્પાદનોની ગુણવત્તા અને નિયમોનું પાલન થયું છે કે નહીં તે નક્કી કરવામાં આવશે. જો કોઈ સેમ્પલ ધોરણ વિરુદ્ધ અથવા પ્રતિબંધિત હોવાનું બહાર આવશે તો સંબંધિત વેપારી અને ઉત્પાદક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

અખાદ્ય ખાદ્યપદાર્થ વેચનાર સામે કડક વલણ
કોર્પોરેશને સ્પષ્ટ કર્યું છે કે જાહેર આરોગ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ વ્યક્તિ અથવા એકમને બક્ષવામાં આવશે નહીં. અખાદ્ય અથવા ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થોના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણમાં સંડોવાયેલા દોષિત એકમો સામે દંડનીય અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
શહેરભરમાં ચેકિંગ અભિયાન રહેશે યથાવત
AMCના અધિકારીઓના જણાવ્યા મુજબ, માત્ર નરોડા જ નહીં પરંતુ અમદાવાદના અન્ય વિસ્તારોમાં પણ ચેકિંગ અભિયાન ચાલુ રહેશે. ગ્રાહકો સુધી માત્ર ગુણવત્તાયુક્ત અને સુરક્ષિત ડેરી ઉત્પાદનો પહોંચે તે માટે આગામી દિવસોમાં પણ આવી કાર્યવાહી વધુ સઘન કરવામાં આવશે.
આ પણ વાંચો: એનાલોગ પનીર પર સરકારનો સખત પ્રહાર, વડોદરામાં સઘન ચેકિંગ તો રાજકોટમાં વેપારીનો ખુલાસો
આ પણ વાંચો: અમદાવાદમાં હોટેલોના પનીર સેમ્પલ લેવાયા, એનાલોગ પનીરની તપાસ શરૂ
