રાજકોટ/ RMC દ્વારા શનિવારથી 45 સ્લમ વિસ્તારોમાં શરૂ કરાશે દીનદયાલ ઔષધાલય

પારદર્શી પ્રશાસન માટે પ્રતિબદ્ધ સરકાર પ્રજાની લાગણી, માંગણી, અપેક્ષા પૂર્ણ કરવાના શુભ હેતુથી સરકારની જુદી જુદી યોજનાઓ …

Gujarat Rajkot

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી શનિવારથી શહેરના અલગ અલગ સ્લમ વિસ્તારોમાં 45 સ્થળોએ દીનદયાલ ઔષધાલયનો શુભારંભ કરવામાં આવશે. 7માં તબક્કાના સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત આગામી 30મીએ વોર્ડ નં.4,5,6,15 અને 16માં સેવાસેતુ કાર્યક્રમ યોજાશે. જેમાં ઉક્ત વોર્ડના લોકો પોતાના પ્રશ્ર્નો એક જ સ્થળે નિરાકરણ લાવી શકશે.

પારદર્શી પ્રશાસન માટે પ્રતિબદ્ધ સરકાર પ્રજાની લાગણી, માંગણી, અપેક્ષા પૂર્ણ કરવાના શુભ હેતુથી સરકારની જુદી જુદી યોજનાઓ સંબધે લાભાર્થીઓને ઘર આંગણે સુવિધા મળી રહે તેવા શુભ હેતુથી રાજ્ય સરકાર દ્વારા સાતમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવાનો નિર્ણય કરેલ છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વ્રારા પણ મહાનગરપાલિકાને લગત જુદી જુદી સેવાઓ અંગેના નગરજનોના પ્રશ્નો તેમજ સરકારની યોજનાઓ વિગેરેના નિકાલ માટે જુદી જુદી તારીખોએ સાતમાં પાંચમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજવાનુ આયોજન કરાયું છે.

આ પણ વાંચો ;કોરોના / કર્ણાટકના કોડાગુમાં જવાહર નવોદય શાળામાં 33 બાળકો કોરોના સંક્રમિત

જેમાં શનિવારે સવારે 9:00 વાગ્યાથી વિધાનસભા-68 (વોર્ડ નં. 4, 5, 6, 15 અને 16)માં સાતમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ શ્રી અટલ બિહારી વાજપેયી કોમ્યુનિટી હોલ, પેડક રોડ, રાજકોટ ખાતે યોજાશે. તેમજ દિનદયાળ ઔષધાલયનો શુભારંભ રાજ્યના વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિભાગના મંત્રી અરવિંદભાઈ રૈયાણીનાં વરદ હસ્તે થશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો. પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે.શહેરના વિવિધ સ્લમ વિસ્તાર સહિતના 45 સ્થળોએ “દીનદયાલ ઔષધાલય” શુભારંભ કરવામાં આવશે. આ અગાઉ  મુખ્યમંત્રીએ રાજ્યમાં  “દીનદયાલ ઔષધાલય” શુભારંભ કરાવેલ તેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ વિવિધ સ્લમનાં જરૂરિયાતમંદ નાગરિકોને તબીબી સેવાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ બનાવવા આ પ્રકલ્પ અમલમાં મુકવામાં આવી રહયો છે.

લોકોને જુદી જુદી યોજનાઓ માટે જુદા જુદા વિભાગોમાં ધક્કા ખાવા ન પડે તે હેતુથી સેવા સેતુમા પોતાના જ વિસ્તારમાં ઉકેલી શકાય તેવા પ્રશ્નોનો સ્થળ ઉપર જ તે દિવશે જ નિકાલ થશે એટલે કે, લોકોના ઘર આંગણે જ તંત્ર ઉપસ્થિત રહી પ્રશ્નોનો નિકાલ કરશે.

આ પણ વાંચો ;Stock Market / સેન્સેક્સ અને નિફટી ધોવાતા શેરબજારમાં બ્લડબાથની સ્થિતિ