અમદાવાદ શહેરની વિવિધ હોટેલ અને રેસ્ટોરન્ટોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા પનીરના નમૂનાઓ લેવામાં આવ્યા છે. ખાસ કરીને લોકો મોટા પ્રમાણમાં પનીર વાપરતા હોવાને કારણે, બજારમાં મળતા એનાલોગ અથવા નીચી ગુણવત્તાના પનીરની તપાસ માટે અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં આવેલી અંદાજે 9 હોટેલ અને રેસ્ટોરન્ટમાંથી પનીરના નમૂનાઓ એકત્ર કરવામાં આવ્યા છે. આ નમૂનાઓને લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે અને તેનો રિપોર્ટ આગામી એકથી બે અઠવાડિયામાં આવશે.

હેલ્થ ફૂડ વિભાગના વડા ડો. તેજસ શાહે જણાવ્યું
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ફૂડ વિભાગના વડા ડો. તેજસ શાહે જણાવ્યું હતું કે શહેરના તમામ ઝોનમાં આવેલી હોટેલ-રેસ્ટોરન્ટમાંથી લેવામાં આવેલા પનીરના નમૂનાઓમાં ભેજનું પ્રમાણ, ચરબી, મિલ્ક સિવાયની ફેટ, વેજિટેબલ ફેટ તેમજ સ્ટાર્ચની હાજરી ચકાસવામાં આવશે.

અમદાવાદના (Ahmedabad) અનેક સ્થળે તપાસ
આ નમૂનાઓને કોર્પોરેશનની NABL એક્રેડિટેડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જો કોઈ નમૂનો ગુણવત્તા મુજબ અપ્રમાણિત જાહેર થાય તો સંબંધિત એકમો સામે FSSAI-2006 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ, જે સપ્લાયરો પાસેથી આ પનીર ખરીદવામાં આવ્યું હોય તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો:અમદાવાદમાં 123 વર્ષ પછી બનસે નવું આધુનિક કતલખાનું, AMCના ₹17,018 કરોડના ડ્રાફ્ટ બજેટમાં મોટી જાહેરાત
આ પણ વાંચો:AMCના કતલખાના બનાવવાના નિર્ણય સામે ભાજપના ધારાસભ્ય લાલચોળ, કહ્યું- ‘નિર્ણય પરત લો’
આ પણ વાંચો:અમદાવાદમાં AMCની બેદરકારી ફરી ચર્ચામાં, બમ્પ પર પડ્યો મોટો ખાડો, વાહનચાલકોને ભારે હાલાકી
