Not Set/ અકસ્માત/ બોલેરો AMTS બસ સ્ટેશનમાં ધૂસી જતાં 3ના ઘટનાસ્થળે મોત

અમદાવાદમાં રોડ અકસ્માતની ઘટના મોટો વધારો થયો છે.ત્યારે વધુ એક ઘટના સામે આવી છે જેમાં નશામાં ધૂત થઈને બોલેરો કાર ચાલક સીધો જ નરોડા AMTS બસ સ્ટેન્ડમાં ઘૂસી ગયો હતો. જેના કારણે ત્રણ લોકોના ઘટના સ્થળે મોત થયા હતા જ્યારે ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે. મળી માહિતી અનુસાર પૂર ઝડપે આવી રહેલી બોલેરો કારે AMTS […]

Ahmedabad Gujarat

અમદાવાદમાં રોડ અકસ્માતની ઘટના મોટો વધારો થયો છે.ત્યારે વધુ એક ઘટના સામે આવી છે જેમાં નશામાં ધૂત થઈને બોલેરો કાર ચાલક સીધો જ નરોડા AMTS બસ સ્ટેન્ડમાં ઘૂસી ગયો હતો. જેના કારણે ત્રણ લોકોના ઘટના સ્થળે મોત થયા હતા જ્યારે ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે.

મળી માહિતી અનુસાર પૂર ઝડપે આવી રહેલી બોલેરો કારે AMTS બસ સ્ટેન્ડમાં બસની રાહ જોઈ રહેલા સાત લોકોને અડફેટે લીધા હતા. જેમાંથી 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે.જ્યારે ચાર ઇજાગ્રસ્ત થયા છે આ ચાર લોકોને સારવાર માટે હોસ્પિટલમાં તાત્કાલિક ખસેડાયા છે. આ અકસ્માતને પગલે ટ્રાફિક પોલીસ તથા એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.