Gujarat/ વિધાનસભાની પેટા ચૂંટણી માટે મત ગણના શરુ

ગુજરાતમાં ૮ વિધાનસભા માટે ચૂંટણી યોજાઈ હતી.  આ મત ગણતરી પહેલા બેલેટ પેપરની મત ગણતરી શરૂ કરવામાં આવી છે. બેલેટ પેપરમાં ગઢડા બેઠક પર ભાજપ આગળ છે.

Top Stories Gujarat

આજે ગુજરાત સહીત દેશની ૫૬ વિધાનસભાની પેટા ચૂંટણી અને બિહાર વિધાનસભા માટે સવારે ૮ વાગ્યે મત ગણના શરુ થઈ છે. કોરોના કહેર વચ્ચે યોજાયેલી આ ચૂંટણીમાં  મત ગણતરી પૂર્વે કેન્દ્રોની સ્વચ્છતા કરવામાં આવી હતી.  મત ગણતરી કેન્દ્રોની સામેથી આવતા – જતા વાહનો ડાયવર્ટ કરી દેવામાં આવ્યા છે.

નોધનીય છે કે, ગુજરાતમાં ૮ વિધાનસભા માટે ચૂંટણી યોજાઈ હતી.  આ મત ગણતરી પહેલા બેલેટ પેપરની મત ગણતરી શરૂ કરવામાં આવી છે. બેલેટ પેપરમાં ગઢડા બેઠક પર ભાજપ આગળ છે. ઉલ્લેખનીય છે કે કોરોના ના કહેર વચ્ચે આ ચૂંટણીમાં મતદાન મથકની સંખ્યા વધારવામાં આવી હતી. જેથી EVM ની  સંખ્યા પણ વધી છે, જેને કારણે મતગણતરીના રાઉન્ડ પણ વધારવામાં આવ્યા છે, જેથી પરિણામ દોઢથી બે કલાક જેટલું વિલંબથી આવશે. ચિત્ર સ્પષ્ટ થતાં બપોરે 12થી 2 વાગે એવી પણ શક્યતા છે.

બેઠક મત ગણતરી
અબડાસા ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, ભુજ
લીંબડી M P શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ સુરેન્દ્રનગર
મોરબી ગવર્નમેન્ટ પોલિટેક્નિક કોલેજ, મોરબી
ધારી શ્રી યોગીજી મહારાજ મહિલા કોલેજ, ધારી
ગઢડા ભક્તરાજ દાદા ખાચર કોલેજ,ગઢડા
કરજણ પોલિટેક્નિક કોલેજ શાસ્ત્રીબ્રિજ પાસે સયાજીગંજ, વડોદરા
ડાંગ ગવર્નમેન્ટ સાયન્સ કોલેજ, આહવા
કપરાડા ગવર્નમેન્ટ આર્ટ્સ કોલેજ, કપરાડા