Anand News : વિદેશ જવાની ઘેલછામાં અનેક લોકો છેતરપિંડીનો ભોગ બને છે. વિઝા, પાસપોર્ટ તથા વિદેશને લગતા અન્ય કામકાજ માટે અનેક લોકોપાસેથી લાખો રૂપિયા પડાવીને એજન્ટો છુમંતર થઈ જતા હોય છે. આણંદના પેટલાદમાં પણ ત્રણ દિવસ પહેલા બનેલા આપ્રકારના બનાવમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. આ બનાવમાં પેટલાદના એક એજન્ટ પરિવારે ચાર લોકો સાથે છેતરપિંડી કરી હતી. બનાવની વિગત મુજબ આણંદના પેટલાદમાં શ્રી રામ ટુર્સ એન્ડ ટ્રાવ્લેસના એજન્ટ અને તેના પરિવારે ચાર લોકો પાસેથી 18 લાખ રૂપિયા પડાવ્યા હતા.
આરોપીઓએ ઈઝરાયલના વર્ક વિઝા અને સાથે ઉંચા પગારની લાલચ આપીને ચારેય લોકોને મોટા મોટા સપના બતાવીને તેમની પાસેથી 18 લાખ જેવી માચબાર રકમ પડાવી હતી. જેને પગલે છેતરાયેલા લોકોએ પેટલાદના શ્રી રામ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેને પગલે પોલીસે આ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના માલિક, પત્ની અને સાળા સામે ગુનો નોંધ્યો છે. જેમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. આ પ્રકારે આરોપીઓએ અનેક લોકોસાથે છેતરપિંડી કરી હોવાની શંકા સેવાઈ રહી છે. જેને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તે સિવાય પોલીસે અન્ય આરોપીઓની પણ ષોધ હાથ ધરી છે.
આ પણ વાંચો:બનાસકાંઠામાં દારૂના જથ્થા સાથે 6.70 લાખનો મુદ્દામાલ કબજે
આ પણ વાંચો:સોલામાં ભાગવત બ્રિજ નીચેથી દારૂના જથ્થા સાથે 10.66 લાખનો મુદ્દામાલ કબજે
આ પણ વાંચો:બનાસકાંઠામાં એલસીબીએ લાખો રૂપિયાનો દારૂ ઝડપ્યો
