કોરોના/ ત્રિપુરામાં કોરોનાના ડેલ્ટા વેરિયન્ટનો કહેર, અત્યારસુધી મળ્યા 60 ટકા કેસ, વિકેન્ડ કરફ્યુનું કરાયું એલાન

કોવિડ -19 નો ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ ભારતમાં મહામારીની સંભવિત ત્રીજી તરંગ માટે જવાબદાર હોઈ શકે છે. જે અત્યાર સુધી ઘણા રાજ્યમાં ફેલાયો છે…

Top Stories India

પૂર્વોત્તર રાજ્ય ત્રિપુરામાં અત્યંત સંક્રમણ કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિયન્ટના 60 ટકા કેસ નોંધાયા છે. રાજ્યના અધિકારીઓએ જણાવ્યું હતું કે નમૂનાની જિનોમ સિક્વિન્સીંગના માધ્યમથી ડેલ્ટા પ્લસ ટાઇપ કોરોના વાયરસના આ કેસ વિશે જાણવા મળ્યું છે. ઉત્તરપૂર્વમાં COVID-19  નો જીવલેણ અને અત્યંત સંક્રમણ ડેલ્ટા વેરિઅન્ટનો આ પહેલો કેસ છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે “ત્રિપુરાએ પશ્ચિમ બંગાળમાં જીનોમ સિક્વેસિંગ માટે 151 આરટી-પીસીઆર સેમ્પલ મોકલ્યા હતા. તેમાંથી 90થી વધારે સેમ્પલ્સ ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ માટે પોઝિટિવ મળી આવ્યા છે”. તેમણે કહ્યું કે, આ ચિંતાનો વિષય છે. આ પેહલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે કહ્યું કે, 35 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 174 જિલ્લામાં SARS-CoV-2 કોરોના વાયરસના ‘ચિંતાના પ્રકાર’ મળી આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, તેમાંથી સૌથી વધારે કેસ મહારાષ્ટ્ર, દિલ્હી, પંજાબ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને ગુજરાતમાંથી છે.

આ પણ વાંચો :સીબીઆઈએ ભ્રષ્ટાચારના કેસમાં એનઆઈએસજી અધિકારી સહિત 2 ની ધરપકડ કરી

યુપીમાં 100 થી વધુ નમૂનાઓમાં ડેલ્ટા પ્લસ

એક દિવસ પછી, યુપીએ કહ્યું કે કોરોનાનું ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ 107 નમૂનામાં મળી આવ્યું છે. દરમિયાન, યુરોપમાં કોરોનાના કપ્પા વેરિઅન્ટના બે કેસ પણ મળી આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ડેલ્ટા પ્લસ કોવિડ -19  વેરિઅન્ટ ભારતમાં મહામારીના ત્રીજા તરંગ માટે જવાબદાર હોઈ શકે છે. ડેલ્ટા વેરિઅન્ટ દેશમાં કોરોનાની બીજી તરંગ માટે જવાબદાર હોવાનું કહેવામાં આવે છે.

આ પણ વાંચો :ડેલ્ટા પછી, કોરોનાના કપ્પા વેરિઅન્ટનું જોખમ, નીતિ આયોગે આપી આ મોટી જાણકારી

ડેલ્ટા પ્લસ વેરિએન્ટ પ્રથમ વખત મહારાષ્ટ્રમાં મળી આવ્યું હતું

ડેલ્ટા પ્લસ તરીકે ઓળખાતા વાયરસનો પ્રકાર B.1.617.2.1 (AY.1) વધારાના મ્યુટન્ટ સાથેનો એક પ્રકાર છે. મહારાષ્ટ્રમાં સૌ પ્રથમ તેની જાણ કરવામાં આવી હતી અને રાજ્યના ઘણા જિલ્લાઓમાં તેના કિસ્સાઓમાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો હતો. બાદમાં આરોગ્ય મંત્રાલયે આપેલી માહિતીમાં કહેવામાં આવ્યું કે હવે તે ભારતના ઘણા રાજ્યોમાં મળી આવ્યું છે.

આ પણ વાંચો :મસૂરીમાં પ્રવેશવા હવે કોરોના નેગેટિવ રિપોર્ટ ફરજિયાત, તંત્રએ લાગુ કર્યા કડક નિયમો

આલ્ફા કરતા 60 ટકા જેટલું સંક્રમિત

એઈમ્સના ડૉક્ટર શુભદીપ કર્માકરે જણાવ્યું હતું કે, ડેલ્ટા પ્લસમાં વધારાનો K417N મ્યુટન્ટ છે, જે ડેલ્ટા (B.1.617.2)ને ડેલ્ટા પ્લસમાં ફેરવે છે. આ મ્યુટેન્ટ વધુ ચેપી છે. તે આલ્ફા સંસ્કરણ કરતા 35-60% વધુ ચેપી છે, તેવી અટકળો ચાલતી હોવાનું તેમનું કહેવું છે. જોકે, ભારતમાં તેની સંખ્યા ઓછી છે. હજુ ચિંતાજનક નથી. સંક્રમણના કેસ ઓછા છે.

રસી કેટલીક અસરકારક

હાલ રસી આ વેરિયન્ટ પર કેટલી અસરકારક છે તેવું વિજ્ઞાનિકો સંશોધન કરી રહ્યા છે. જોકે, યુ.એસ.ના ફૂડ એન્ડ ડ્રગ વિભાગના ભૂતપૂર્વ ડિરેક્ટરે cnbc.com સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ રસી પણ વેરિયન્ટ અસરકારક સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો : દિલ્હી સહિત ઉત્તર ભારતમાં આજે રાહતનો વરસાદ, IMD નું અનુમાન